જુના રાજકોટના ગીચ વિસ્તારોમાં પ્રાયોગિક ધોરણે ૧૦ સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરાશે
સતત વિકસી રહેલા રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બની રહી છે. વાહન ચાલકોને વાહન પાર્ક કરવા માટે પણ હવે જગ્યા મળતી નથી ત્યારે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ ચાર વિસ્તારોમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો પર પે એન્ડ પાકિર્ંગની વ્યવસ્થા ૨૫ લોકેશન પર ચાલુ કરવામાં આવી છે.
રેસકોર્ષ રીંગ રોડ, ત્રિકોણબાગ, સર્વેશ્ર્વર ચોક અને ઢેબર રોડ પર આવેલી જુની ટ્રાફિક પોલીસ ટોકીની જગ્યાને ખુલ્લી કરાવીને કુલ ૪ સ્થળોએ અતિઆધુનિક બીઓટીના ધોરણે મલ્ટીલેવલ કાર પાર્કિંગ ડેવલોપ કરવા માટે ડિઝાઈન હાથ ધરવામાં આવશે.
જુના રાજકોટના ગીચ વિસ્તારો અને મુખ્ય બજારો પૈકી ૧૦ જગ્યા તથા લાખાજીરાજ રોડ પર આવેલી જુની સ્કૂલના પાર્કિંગ પ્લોટમાં પ્રાયોગિક ધોરણે પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક જંકશન તથા રોડ એલાયમેન્ટ સુધારાની કાર્યવાહી કરવામાં આવનાર છે. કાલાવડ રોડ ડીવાઈડર જન ભાગીદારીથી ડેવલોપ કરવામાં આવ્યો છે. બીજા તબકકામાં કેકેવી ચોકથી રોયલ પાર્કના ખુણા સુધીનો કાલાવડ રોડ લાઈન દોરી મુજબ પહોળો કરવામાં આવશે. વિવિધ રોડ પર નવી ડિઝાઈન મુજબના રોડ ડીવાઈડર મુકવામાં આવશે અને ટ્રાફિક સર્કલ તથા ટ્રાફિક આઈલેન્ડ ડેવલોપ કરાશે.
નવા બગીચા બનાવવાના વિસ્તારો
વિસ્તારનું નામ
ગોલ્ડન પાર્ક, રૈયા રોડ
રૈયા રોડની પશ્ર્ચિમ બાજુ, રામેશ્ર્વર પાર્ક ટી.પી. પ્લોટની બાજુમાં
ફાઈનલ પ્લોટ નં.૧૩/ ‘એ’, અંબિકા ટાઉનશીપ મવડી ટી.પી. ૨૬
ફાઈનલ પ્લોટ નં.૧૩/‘એ’ અંબિકા ટાઉનશીપ, મવડી ટી.પી. ૨૮
હિલ ડેવલપમેન્ટ, જૂના માછલીઘર પાસે, આજી ડેમ.
કોઠારીયા ગામ ખાતે સરકારી જમીનમાં
મોરબી રોડ ટી.પી.સ્ક્રીમ
આજી ડેમ ખાતે જૂના હરણ પાર્ક પાસે
બજરંગ વાડી પાસે, જામનગર રોડ
પર્ણકુટીર પ્લે ગ્રાઉન્ડ
અગત્યના પ્રોજેકટ્સ
*આજી રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ
*ગ્રામ હાટ
*કોમ્યુનિટી હોલ
*કોમ્યુનિટી હોલ (હયાત પ્રોજેકટ)
*લક્ષ્મીનગર રેલવે અંડર બ્રિજ
*કાલાવડ રોડ અંડરબ્રિજ
*સર્વેશ્ર્વર રોડ ખાતે મલ્ટીવલેવલ પાર્કિંગ
*વોકળા રિડેવલપમેન્ટ
*જયુબિલિ માર્કેટ પાકિંગની સુવિધા સાથે
*વોર્ડ નં.૧૧, વેસ્ટ ઝોન ખાતે રસ્તાના કામો.
*નવી ટી.પી. સ્ક્રીમ પ્રમાણે બાઠધકામના કામો
*મવડી ગુરૂકુળ પાસે રસ્તો બનાવવાનું કામ
*ગોકુલધામથી ઉમિયા ચોક સુધી રસ્તો બનાવવાનું કામ
*ધૂળ (ડસ્ટ) રહિત રસ્તાઓ
*નવો સાયકલ ટ્રેક કાલાવડ રોડ અને બી.આર.ટી.એસ.
*કે.કે.વી. સર્કલ ખાતે અંડર બ્રિજ, ૩૦મી. કાલાવડ રોડ
*સાંઢિયા પુલ, જામનગર રોડ
*હોસ્પિટલ ચોક ખાતે ફલાય ઓવર બ્રિજ
*વોંકળા પર સાયકલ ટ્રેકનું નિર્માણ
*ટી.પી. સ્ક્રીમ નં. ૨૬,૨૭ અને ૨૮ હેઠળ ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્ક કામ.
*ડે્રનેજ પાઈપલાઈન નેટવર્ક કામ.
*નાણાવટી ચોકથી કિડની હોસ્પિટલ સુધી ફીડર લાઈન વધારવાનું કામ.
*વાવડી ખાતે પાઈપલાઈન નાંખવાનું કામ.
*વોર્ડ નં.૯માં સ્ટોર્મ વોટરનું કામ.
*સ્ટોર્મ વોટર ડ્રેનેજનું કામ.
*વરસાદી પાણી માટે વોર્ડ નં.૧૨માં ડ્રેનેજનું કામ.
*ન્યારી ઝોન વોટર સપ્લાય પ્રોજેકટ
*સ્પોર્ટસ એસપીવી
*પુસ્તક મેળો અને ફૂડ ઉત્સવ
*જયુબીલી શાક માર્કેટ પાર્કિંગની સુવિધા સાથે.
*રૈયાગામ સ્મશાન
*મહિલા સ્નાનાગાર
*રેલવે જંકશન બ્યુટીફીકેશન
*લક્ષ્મીનગર રેલવે અન્ડર બ્રિજ
*રૈયા રોડ રેલ્વે ક્રોસિંગ ખાતે ઓવરબ્રિજ