ટોડ્સ S.P.A. અને રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ વચ્ચે
રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) એ લાંબાગાળાના ફ્રેન્ચાઇઝ કરાર સાથે ઇટાલિયન લક્ઝરી લાઇફસ્ટાઇલ આઇકન ટોડ્’સ એસ.પી.એ. સાથે એક નવી સફર શરૂ કરી છે, કરાર અંતર્ગત છઇક ભારતીય બજારમાં ફૂટવેર, હેન્ડબેગ્સ અને એસેસરીઝ સહિતની તમામ શ્રેણીઓમાં બ્રાન્ડની અધિકૃત રિટેલર બની ગઈ છે.
ટોડ્’સ ભારતમાં 2008થી ડીએલએફ એમ્પોરિયો, નવી દિલ્હી અને પેલેડિયમ, મુંબઈમાં મોનો બ્રાન્ડ સ્ટોર્સ અને મલ્ટિબ્રાન્ડ ઈકોમર્સ પ્લેટફોર્મ અષશજ્ઞ કીડ્ઢય સાથે કાર્યરત છે.હાલની ચેનલોનું સંચાલન રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે અને માર્કેટમાં બ્રાન્ડનો પ્રસાર વિસ્તારવા અને તેમની ડિજિટલ હાજરીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નવા ગ્રાહકો માટે નવીનતા લાવવાની તૃષ્ણા સાથે ઉત્તમ કારીગરીનો સમન્વય કરીને, ટોડ્સ એ વૈશ્વિક લક્ઝરી ક્ષેત્રે પોતાના માટે એક અનોખી જગ્યા તૈયાર કરી છે.
એક નામ જે ચર્મના વૈભવી ઉત્પાદનો અને સોઇગ્ની સામગ્રીનું સર્જન કરે છે, અમે ભારતીય બજારમાં અસાધારણ ગુણવત્તા, કારીગરી અને સરળ સુઘડતાના તેના મુખ્ય મૂલ્યોને જાળવી રાખવા માટે બ્રાન્ડ સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છીએ.” તેમ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના એમડી દર્શન મહેતાએ જણાવ્યું હતું.”અમે દેશના અગ્રણી લક્ઝરી રિટેલર સાથે ભાગીદારી કરવા માટે ખૂબ જ ખુશ છીએ કારણ કે અમે માનીએ છીએ કે ગુણવત્તા અને આધુનિક તથા અત્યાધુનિક જીવનશૈલી પ્રત્યેનો અમારો એકસમાન જુસ્સો અમને આ મહત્વપૂર્ણ ભાગીદારીની સંભાવનાને સંપૂર્ણપણે વ્યક્ત કરવાની આઝાદી આપશે.” તેમ ટોડ્’સના જનરલ બ્રાન્ડ મેનેજર કાર્લો આલ્બર્ટો બેરેટ્ટાએ જણાવ્યું હતું.