સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભૌતિક વિજ્ઞાનના સંશોધકોનો નવો કિર્તિમાન
નવી રાસાણિક પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રયોગ શાળામાં વિકસાવી: એક કરતાં વધારે ઉપયોગી અને અનેકવિધ કાર્યો કરી શકે તેવું મલ્ટી ફેરોઇક મટીરીયલ્સ
ભૌતિકશાસ્ત્ર, નેનો વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર,વિજાણુશાસ્ત્ર, ઇજનેરી એન્ડ ટેકનોલોજીના જુદા જુદા આયામોના સંકલનથી ઇન્ટર અને મલ્ટી ડીસીપ્લીનરી સંશોધનોથી અનેકવિધ કાર્યો એક સાથે કરતાં સાધનોની બોલબાલા અને જરુરીયાત વિશ્ર્વભરમાં સામાન્ય બનતી જાય છે જેમ કે આજનો સ્માર્ટ મોબાઇલ માત્ર વાતચીત અને સંદેશા વ્યવહાર માટે જ સીમીત ન રહેતા ટી.વી. રેફ્રીજરેટર, એરકંડીશન, માઇક્રોવેવ ઓવન, વોશિંગ મશીન વગેરેના રીમાોટ કંટ્રોલ તરીકે તેમજ અતિઝડપી કોમ્પ્યુટરના પર્યાય તરીકે સામાન્ય માણસ પણ ખુબ જ સરળતાથી વાણરી રહ્યો છે. ટેકનોલોજીનું એક સાધન અનેકવિધ એપ્લીકેશન માટે ઉપયોગમાં લઇ શકાય જેનાથી ડીજીટલ ઇન્ડીયા જેવા પ્રકલ્યો સરળ બની રહ્યા છે.
આ પ્રકારની મલ્ટી એપ્લીકેશન સુવિધા વિજાણુશાસ્ત્રના યંત્રોમાં ઉપલબ્ધ કરાવવા ટેકનીકલ ઇજનેરો અને વૈજ્ઞાનિકો સંકલીત કરી આધુનિક ઉપકરણો વિકસાવી રહ્યા છે. ત્યારે વિશ્ર્વની સાથે ભારત દેશમાં પણ ઇન્ટર અને મલ્ટી ડીસીપ્લીનરીનાં સંશોધનોનું મહત્વ ઝડપભેર વિકસી રહ્યું છે. અને તેના માટે ભારત સરકારની રાષ્ટ્રીય સંશોધન સંસ્થાનો સાથે કદમ મિલાવી યુનિવસિટીના યુવા સંશોધકો પણ પ્રયોગશાળામાં વિવિધ શાખાના સમનવયથી સંશોધનો કરી રહ્યા છે. અને વિશ્ર્વના વૈજ્ઞાનિકોને આકર્ષીત કરી રહ્યા છે.
સ્માર્ટ મોબાઇલની અનેક વિધ સુવિધાઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ તો ટી.વી. એરકંડીશન વગેરે ઉપકરણો માટે ઇન્ફ્રારેડ તરંગો, વાઇફાઇ ટેકનોલોજી માટે રેડીયો તરંગો વગેરે વિજ ચુંબકીય તરંગોની અલગ અલગ તરંગના ઉપયોગથી સ્માર્ટ મોબાઇલમાં અનેક પ્રકારના સેન્સરોનો સમાવેશ કરાયેલ છે.
ઉપરોકત પ્રકારના જુદા જુદા સેન્સરોને બનાવવા ઉપયોગી ઇન્ટીગ્રેટેઢ ચીપ બનાવવા વપરાતા વિવિધ મટીરીયલ્સ કે જે એક કરતાં વધારે પ્રકારે ઉપયોગી થઇ શકે અને અનેકવિધ કાર્યો કરી શકે તે પ્રકારનું મટીરીયલ્સ એટલે મલ્ટીફેરોઇક…. આ મલ્ટીફેરોઇક મટીરીયલને સૂક્ષ્મ એટલે કે નેનો મીટર કક્ષાએ પ્રયોગશાળામાં બનાવતાં તે અનેક વિધ કાર્યો આંખ ઝબકાવતા જ ખુબ ઝડપી કરી શકે અને ભવિષ્યની ટેકનોલોજી સૂક્ષ્મ તથા અતિ ઝડપી બની શકે તે પ્રકારના પદાર્થો બનાવવા વિશ્ર્વભરના મટીરીયલ્સ વૈજ્ઞાનિકો મારફત રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરી જુદી જુદી પઘ્ધતિઓ પ્રયોગશાળામાં વિકસાવાઇ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિ.નાં યુવા વૈજ્ઞાનિક ડો. ઝલક જોષી, ડો. દેવિત ધ્રુવ, ડો. કેવલ ગદાણી, કુણાલસિંહ રાઠોડ, ડો. હેતલબેન બોરીચાએ ભવનનાં પ્રાઘ્યાપક ડો. નિકેશભાઇ શાહ, ડો. પિયુષભાઇ સોલંકી, યુજીસી એચઆરડીસીના ડો. ધીરેનભાઇ પંડયા અને નેનો વિજ્ઞાનના ડો. અશ્ર્વિનીબેન જોશીના માર્ગદર્શન હેટળ નેનો મલ્ટી ફેરોઇડ મટીરીયલ્સ સૌરાષ્ટ્ર યુનિ. ની પ્રયોગશાળામાં સફળતાપૂર્વક બનાવવાની નૂતન સોલજેલ રાસાયણિક પ્રક્રિયા વિકસાવેલ છે.
જેના મારયત તદ્દન નવા પ્રકારનું વાય એમ એન ઓ થ્રી મલ્ટીફેરોઇડ નેનો મટીરીયલ્સ પ્રયોગશાળામાં બનાવી તેને ભવનની લેબોરેટરીમાં ઉપલબ્ધ એલસીઆર મીટર અને અન્ય ઉપકરણોથી એનાલીસીસ કરી વિશ્ર્વ પ્રતિષ્ઠિત અમેરીકાથી પ્રસિઘ્ધ થતા એલ્સવેર સાયન્સનાં નવ પોઇન્ટ ત્રણ (૯.૩) ઇમ્પેકટ ફેકટર પ્રાપ્ત પ્રોગ્રામ ઇન સોલીડ સ્ટેટ કમેસ્ટ્રી, સામાયિકમાં પ્રસિઘ્ધ કરવા મોકલાવેલ હતું. એલ્સવેર સાયન્સના પાંચ જેટલા રિવ્યુઅર વૈજ્ઞાનિકો મારફત ઉપરોકત સંશોધનને મંજુર કરી દેશ-વિદેશમાં સુપ્રસિઘ્ધ સામાયીકમાં સૌરાષ્ટ્ર યુનિ.ના સંશોધનને સ્થાન મળેલ છે જે ગુજરાત રાજયમાં ભૌતિક વિજ્ઞાન સંશોધનમાં પ્રથમ સફળતા છે.
ભૌતિક વિજ્ઞાન સંરોધનમાં દેશ-વિદેશનાં સંશોધકો સાથે કોલોબ્રેશન મારફત સૌરાષ્ટ્ર યુનિ.નું સંશોધન મોખરાનું સ્થાન ધરાવે છે. અને ભવનના સંશોધકો મારફત પાંચ અને તેનાથી વધુ ઇમ્પેકટ ફેકટર ધરાવતાં અનેક સામાયીકોમાં સંશોધનો પ્રસિઘ્ધ થયેલ છે જે ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. ના ભૌતિકશાસ્ત્ર અને નેનો વિજ્ઞાનના સંશોધકોએ ઇન્ટર અને મલ્ટી ડીસીપ્લીનરી સંશોધન મારફત નવથી વધુ ઇમ્પેકટ ફેકટર ધરાવતાં સામાયિકમાં સંશોધન પ્રસિઘ્ધ કરી યુનિવર્સિટીના સંશોધનને વિશ્ર્વભરમાં પ્રસિઘ્ધિ અપાવેલ છે. તે બદલ ભવનના અઘ્યક્ષ પ્રો. હીરેનભાઇ જોશી, યુનિ.ના કુલપતિ પ્રો. નિલાંમ્બરીબેન દવે, રાજયભરના અનેક ભૌતિક વિજ્ઞાનના સંશોધકો વગેરેએ અભિનંદન પાઠવેલ છે.