પાકિસ્તાનના ઇસ્લામા બાદની લાલ મસ્જીદમાં ૧૦ વર્ષ પહેલા પાકિસ્તાની સેનાએ પાડેલા દરોડા પછી પણ આ મસ્જીદમાં ઇમામ અબ્દુલ અઝીઝનો પ્રભાવ ઓછા થયા નથી તે ફરી સક્રિય થયો છે. મદરેસાઓમાં પાકિસ્તાનમાં ખીલાફતની સ્થાપના સંદેશાઓ ફેલાવી રહ્યો છે. લાલ મસ્જીદમાં ઇમામ હતો તે દરમિયાન અબ્દુલ અઝીઝ તેના ઉશ્કેરણીજનક ભાષણો, પશ્ર્ચિમી દેશો સામે જીહાદની અપીલ અને કટ્ટરવાદી ઇસ્લામી વિચાર ફેલાવતો હતો.
અબ્દુલ અઝીઝના સમર્થકોએ ઇસ્લામાબાદમાં સીડી અને કેટલાક નાગરીકોને બંદી બનાવ્યા હતા. આથી પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશરફે ૧૦ જુલાઇ, ૨૦૦૭ના રોજ મસ્જીદ પર દરોડા પાડવાનો આદેશ કર્યો હતો. સેના અને અઝીઝના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ જે ટીવી પર લાઇવ કવરેજ હતુ એક સપ્તાહ સુધી ચાલેલા ઘર્ષણમાં ૧૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.
ત્યાર બાદ કટ્ટરવાદીઓએ સરકારનો વિરોધ કર્યો હતો બુરખો પહેરી અઝીઝ ભાગી જતો હતો તે દરમિયાન પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેને ‘મુલ્લા બુરખા’ નામ અપાયુ હતું.
હવે ફરીથી આ પાકિસ્તાનનો ખુંખાર ‘મુલ્લા બુરખા’ કટ્ટરવાદીઓની જમાત તૈયાર કરી ફરીથી સક્રિય બન્યો છે.