શ્રમિકોના ટેમ્પો અને ટ્રક વચ્ચે સર્જાયેલી દુર્ધટનામાં ત્રણ ઘાયલ
મૂળી સરલા રોડ પર સોમવારે મોડી સાંજે ટ્રકમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાર્યો હતો. જેમાં 2 યુવકનાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે પોલીસે ઘટનાસ્થળે જઇ વધુ તપાસ આરંભી હતી. મૂળી તાલુકામાં અકસ્માતનાં બનાવો ખૂબ જ બની રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળી સરલા રોડ પર ટીકર નજીક મોડી સાંજે મોરબીથી સાયલા તરફ જઇ રહેલા એમપીના મજૂર પરિવારનાં 407 ટેમ્પોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં જેમાં 2 યુવકને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
જ્યારે અન્ય 3 વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચતા તાત્કાલિક મૂળી 108નાં ઇએમટી રોહન દુલેરા અને પાયલોટ સંજયસિંહ ઝાલા દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 2 યુવકનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી. જ્યારે પોલીસે ઘટનાસ્થળે જઇ વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકો મનહરભાઈ કેસિયભાઈ ઓસારા 35 વર્ષ, રમેશભાઈ સીમલીયાભાઈ માવી 33 વર્ષ., ઇજાગ્રસ્તો સંદીપભાઇ કતરસિંહ ચૌહાણ 32 વર્ષ, ગોરધનભાઈ અભેસિંહ માવી 33 વર્ષ, પ્રકાશભાઈ રમણભાઈ કોચરા 29 વર્ષ.