લોકદળના નેજા હેઠળ નવો મોરચો ઘડાશે: બેઠક શરૂ

સમાજવાદી પક્ષમાં સર્વેસર્વા બનવા માટે મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવ વચ્ચે ખરાખરીની સ્પર્ધા ચાલી રહી છે ત્યારે આજે મુલાયમસિંહ યાદવ લોકદળ સાથે મળી નવા સમાજવાદની ઘોષણા કરે તેવી શકયતાઓ છે. નવો મોરચા સમાજવાદીનું ટેગ પકડી રાખશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.

શનિવારે સમાજવાદી પક્ષની રાષ્ટ્રીય બેઠકમાંથી મુલાયમસિંહ યાદવ અને તેમના ભાઈ શિવપાલ અલગ રહ્યાં હતા. તેમને આ બેઠકમાં આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાથી હાજર રહ્યાં નહોતા તેવી દલીલ થઈ રહી છે. અલબત લોકદળના પ્રમુખ સુનિલસિંઘે ગઈકાલે કહ્યું હતું કે, મુલાયમસિંહ આવતીકાલે પત્રકાર પરિષદ સંબોધશે અને લોકદળ સાથે મળી નવા મોરચાની જાહેરાત કરશે.

મુલાયમસિંહ અને શિવપાલ યાદવ આજે લોકદળના નેજા હેઠળ નવો સમાજવાદ મોરચો જાહેર કરશે. જૂન મહિનામાં શિવપાલ યાદવે નવો મોરચો રચવાના સંકેતો આપ્યા હતા. રાજયમાં કોમ્યુનલ તત્ત્વો સામે લડવા નવો સમાજવાદ ઘડવાની ઈચ્છા તેમણે વ્યકત કરી હતી. આજે મુલાયમસિંહ કયા નેજા હેઠળ મોરચાની જાહેરાત કરશે તે અંગે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.