મુળી તાલુકાનાં સરલા જુથ સેવા સહકારી મંડળી માં ચાર ગામો આવેલા જેમાં સરલા, વડધ્રા, ગઢડા, ખંપાળીયા નો સમાવેશ થાય છે તેમાં ૧.૧૦ કરોડ ની ઉચાપત કરવામાં આવી નો આક્ષેપ ખેડૂતો દ્વારા સતત છેલ્લા બે વર્ષથી થઈ રહ્યા હતા તેમ છતાં રજિસ્ટ્રાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી ત્યારે સરલા નાં ખેડૂત ખાતેદાર પ્રવિણભાઇ પટેલ દ્વારા મુળી કોર્ટમાં ફરિયાદ નોંધાવવા રજુઆત કરવામાં આવી હતી અને કોર્ટે હુકમ પણ કરેલો તેમછતાં પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં આવેલ નહીં માટે ખેડૂતો હાઈકોર્ટે નાં દ્વાર ખખડાવતા હુકમ કર્યો હતો કે કસુરવાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે અને આ લોકો સામે FIR દાખલ કરવામાં આવે માટે મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
જેમાં સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત નાં પુર્વ પ્રમુખ અને ભાજપના નેતા એવા બચુભાઈ પટેલ અને તેમના પુત્ર અને જિલ્લા પંચાયત સદસ્ય એવાં હરિકૃષ્ણ પટેલ સહિત તમામ કારોબારી સભ્યો સામે ફરીયાદ નોંધાવતા રાજકીય આગેવાનો માં દોડધામ મચી જવા પામી છે અને બચાવ કાર્યમાં ઉપર સુધી ટેલીફોનીક ભલામણ કરવામાં આવી રહી છે આ ઉચાપત મામલે સમગ્ર કૌભાંડ બહાર આવતા ભાજપ ની આબરૂ નું ધોવાણ થયું છે અને ખેડૂતો ની જીત મળી છે.