સેવકગણ દ્વારા ચાલતી ભાગવત સપ્તાહમાં યોજાયાં કાર્યક્રમો

હરીદ્વાર ખાતે નવનિર્મિત 40 રૂમ ભોજન શાળાવાળા ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ તા.29/10ના રોજ શંભુપંચ અગ્નિ અખાડાના સભાપતિ તેમજ સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મુક્તાનંદજી બાપુના કરકમળો દ્વારા કરવામાં આવેલ તથા પૂજ્ય બાપુના આશ્રમ ગુજરાત ઝાલાવડ આશ્રમ ખાતે તેજ દિવસે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન પૂજ્ય બાપુના સેવક તેવા સ્વ.પ્રતાપરાય ત્રંબકલાલ મહેતાના સ્મર્ણાથે તેમના ધર્મ પત્નિ ગં.સ્વ. શારદાબેન મહેતા- મુંબઇ તથા તેમના પુત્ર અતુલભાઇ જસ્મીનબેન તથા પુત્ર ભાવેશભાઇ અલ્પાબેન તથા કિર્તીભાઇ ખુશ્બુબેન કવિરાજકુમાર ડોલીબેન, પૌત્ર રાધિકા અદિતી રેઝલ તથા પ્રગ્નેશભાઇ શેઠ તથા મયુરીબેન શેઠ (શેઠ બ્રધર્સ-ભાવનગર) દ્વારા પૂજ્ય બાપુની નિશ્રામાં ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.

આ પાવન પ્રસંગે હરીયાણાથી મહંત સંમ્પુર્ણાનંદજી મહારાજ-પ્રયાગરાજથી પૂજ્ય વિચીત્રાનંદજી મહારાજ તેમજ જુનાગઢથી રાજબાપુ ખાસ ઉ5સ્થિત રહેલ છે અને ભાગવત સપ્તાહનું રસપાન કરી રહેલ છે. ગુજરાત ઝાલાવડ આશ્રમ સાધનાનંદજીબાપુ સંભાળી રહેલ છે. આવતા સેવકો-ભક્તોને આદર-ભાવ આપી ભોજન-ભક્તિનો આનંદ આપી રહેલ છે. આ પ્રસંગે ગુજરાતથી પૂજ્ય બાપુના સેવકગણમાં ગજરાબા, કૈલાશબા, પ્રકાશભાઇ પારેખ, મધુબેન પારેખ, બચુભાઇ સીસોદીયા, નાનુભાઇ વાઘાણી, વસંતબેન વાઘાણી, ભાવેશભાઇ દોશી, યોગશભાઇ ધાંધલ, જયશ્રીબેન દોશી તેમજ રાજગોર બ્રાહ્મણ ઉતારાની વ્યવસ્થા સંભાળતા હરીદ્વાર ખાતે ગૌવરી શંકરભાઇ વેગડા તથા મહેશ્ર્વરીબેન વેગડા જૂનાગઢથી પધારેલ. હિતેષભાઇ જોષી તથા મધુબેન જોષી તથા ‘અબતક’ના વિસાવદરના પત્રકાર ગીજુભાઇ વિકમા ઉપસ્થિત રહ્યા હતા.

‘અબતક’ના વિસાવદરના પત્રકાર ગીજુભાઇ વિકમાનું સન્માન

IMG 20221102 WA0035

ગુજરાત ઝાલાવડ આશ્રમ ખાતે મુક્તાનંદજી બાપુની નિશ્રામાં ચાલતી ભાગવત સપ્તાહમાં અને અખાડાના ભવનના નિર્માણ કાર્ય પૂર્ણ થતા તેના લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપવા ખાસ ગુજરાતના વિસાવદરના ‘અબતક’ના પત્રકાર ગીજુભા વિકમાનું બાપુના સેવકો તેવા સરદારજીઓ તેમજ સંતોએ શાલ ઓઢાડી પ્રસંગના રૂડા અવસરે બાપુની આજ્ઞાથી સન્માનીત કરવામાં આવે છે. બાપુએ જણાવેલ કે ‘અબતક’ સાંધ્ય દૈનિક એક એવું અખબાર છે કે તે કોઇ પણ કાર્યને બિરદાવવામાં મોખરે હોય છે અને પૂજ્ય બાપુએ ‘અબતક’ અખબારના માલીક સતિષભાઇ મહેતા અને તેમની કાર્યાલયમાં કામ કરતા કર્મચારીઓને નવા વર્ષની શુભકામના પાઠવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.