સનાતન ધર્મ સામે વાણી વિલાસ સામે સંત સંમેલનમાં ભારે આક્રોશ
દેશભરના 500થી વધુ સંતો મહંતોની વિશાળ ઉપસ્થિતિમાં સનાતન ધર્મનો જાગ્યો આહ લેક
સનાતન ધર્મના સંતો અને સંસ્કૃતિ પર વારંવાર ના કહેવાતા આક્રમણ સામે આજે ગિરનારના પવિત્ર ભવનાથ પરિસરના ગુરુ ગોરખનાથ આશ્રમ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના સંતોની વિશાળ ઉપસ્થિતિમાં સંત સંમેલન યોજાયું હતું ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ ની આગેવાનીમાં યોજાયેલા સંત સંમેલનમાં હવે સનાતન ધર્મ વિશેની કોઈપણ હરકત જરા પણ ન સાખી લેવાનો સંતોએ લલકાર કર્યો હતો સંતોની સહિષ્ણુતા અને વિનમ્રતાને ધર્મની નબળાઈ ન સમજવા ધર્મવિરોધીઓને ચેતવણી ઉચ્ચારી હતી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા હતા, પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ધર્મ સંમેલન યોજાયા બાદ આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ-સંતોનું સંત સંમેલન યોજાયું છે. આ સંત સંમેલનમાં ગુજરાતભરના અનેક નામી-અનામી સાધુ-સંતો હાજર છે. સનાતન સાધુ-સંતોની હાજરીમાં આજે સનાતન ધર્મ માટે સંરક્ષણ સમિતિ સહિત વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં ગુજરાતના 100થી વધારે સાધુ-સંતોએ એક સ્વરમાં કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહીં.
જૂનાગઢમાં સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ ચાપરડા બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુને બનાવવામાં આવ્યા છે. જ્યારે દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. જગતગુરુ શંકરાચાર્ય તમામ સમિતિના અધ્યક્ષ રહેશે.
સંત સંમેલનમાં ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, ભારતમાં સનાતન ધર્મને ગાળો દેવાની ફેશન ચાલે છે. ગઈ 5મી તારીખે લીંબડી ખાતે બેઠક મળી હતી. જેમાં વિવિધ સિમિતિઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે સાધુ-સંતોના સૂચનો બાદ સમિતિ બનાવાવાનો નિર્ણય લેવાયો છે. દ્વારકા પીઠના અધ્યક્ષ શંકરાચાર્યજી સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, સનાતન એટલે હિન્દુ બીજી કોઈ વ્યાખ્યા નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નિર્ણયો ગૌરક્ષનાથ આશ્રમમાં પણ લેવામાં આવશે.
સંત સંમેલનમાં નિજાનંદ સ્વામી મહારાજે કહ્યું કે, જ્યારે હિન્દુ સમાજ જોકું ખાઈ જાય છે ત્યારે આપણે જાગીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયે જગાડ્યા છે. એટલે હું આ મંચ પરથી તેમનો આભાર માનીશ કે તમે અમને જગાડવાનું કામ કર્યું છે. પરંતુ હવે જગાડ્યા છે તો હવે તમે દાઝી ન જાવ એનું પણ ધ્યાન રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે 400-500 સાધુ સંતો લઈને ગેબીનાથ મહારાજ આવ્યા હતા, આ મંચ પરથી કહું છું કે જો કોઈ બીજા ગેબીનાથ મહારાજ જાગ્યાને તો વિદેશની ભૂમિ તમને નહીં સંઘરે.