કાલનો સૂર્યોદય મુમુક્ષુઓના મોહ ઉદયનો ક્ષય કરવાના પુ‚ષાર્થનો પ્રારંભ કરાવશે
શહેરની બે મુમુક્ષુઓ ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાદીક્ષા લેવા જઈ રહ્યાં છે ત્યારે આજે તેમનો સંસારી જીવનનો અંતિમ દિવસ છે. આવતીકાલે સવારે ૭:૩૦વાગ્યે બંને મુમુક્ષુઓ દીક્ષા લેશે.
આ ભાગવતી દીક્ષા મહોત્સવનીતૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવતીકાલના દીક્ષા સમારોહનીતૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સર્વની ઈતેજારીનો અંત કરાવતા આવતીકાલે ૭:૩૦ વાગ્યે દીક્ષાર્થીઓના સંસારને અલવિદાકરતી મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ થશે.
રાજકોટના ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં સાત સાત દિવસી હજારો ભાવિકોનેસંયમ અને ત્યાગના પ્રવાહમાં ખેંચી જઈ રહેલાં શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો આજનો સાતમો દિવસ ઉપકાર અભિ વ્યક્તિ અને વિદાયના વેધક દ્રશ્યો સાથે સહુના અંતરના તારને સ્પંદિતકરી ગયો હતો.
માત્ર એકજ દિવસ બાદ મુમુક્ષુઓને સંસાર સાગરી તારીને લઈ જનારા તારણહારા પૂજ્ય ગુરૂ ભગવંતના પધારતા જ સાતમાં દિવસના સંધપતિ માતુશ્રી રેખાબેન છબીલદાસ શાહ પરિવાર દ્વારા અત્યંત અહોભાવ પૂર્વક સ્વાગત વધામણાં કરવામાં આવ્યાં હતાં.સંધપતિ પરિવારનાં બહુમૂલ્ય સન્માન કરતાં એમને ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરીને સત્કારવામા આવ્યાં હતાં.
ડુંગર દરબારમાં વ્યતીત એ દિવ્ય ક્ષણો પણ થભી ગઈ હતી જ્યારે, શામિયાણામા પ્રવેશ કરનારા બંને મુમુક્ષુઆત્માઓને લુક એન લર્નના દીદીઓ દ્વારા ૨૨ પરિષહ રૂપી ૨૨ કંપાર્ટમેન્ટની ટ્રેનના પ્રતિકસો અત્યંત અહોભાવ પૂર્વક પ્રવેશ વધામણાં કરાવવામાં આવ્યાં હતાં. ‘તમે તરી ગયાં અને અમે રહી ગયા’ના ભાવ સાથે ઉપસ્થિત સર્વની સિદ્ધત્વની ટ્રેનમાં ચડવાનો સંદેશોઆપ્યો હતો.
આ અવસરે આયોજિત કરવામાં આવેલ ‘માતૃ પિતૃ વંદના’ નાકાર્યક્રમ અંતર્ગત દીક્ષાની અનુમતિ આપીને પરમ પરમ ઉપકાર કરનારા એવા ઉપકારી માતા પિતાપ્રત્યે દીર્ક્ષાીઓએ અત્યંત અહોભાવ પૂર્વક ઉપકારની અભિ વ્યક્તિ કરી હતી.
દીર્ક્ષાીઓએ માતા – પિતાના ચરણનું પ્રક્ષાલન કરી,કેસર જળી એમનું હૃદયી ભાવપૂર્વક પૂજન કર્યું હતું. ગદગદ તાં હજારો હૃદયની સાક્ષીએ માતા – પિતાના ચરણ પૂજનબાદ દીર્ક્ષાીઓએ અત્યંત વિનમ્રભાવે અર્પણ કરેલી માતા – પિતાનીપ્રદક્ષિણા વંદનાએ ઉપસ્તિ દરેકને અંજલિબધ્ધ અને નત મસ્તક કરી દીધાં હતાં.
એટલું જ નહીં પરંતુ, સંસારીવિદાય લેતાં પહેલાં…માતા પિતાનું આંગણું સદાનેમાટે છોડતાં પહેલાં મુમુક્ષુ બહેનોએ અત્યંત સ્નેહભાવી માતા-પિતાનેપોતાનાહસ્ત અને ચરણનાં પ્રતિકની ભેંટ આપતાં જાણે અનેકો અનેકોની આંખોમાં આંસુઓનો દરિયો છલકાઈગયો હતો.
બીજી તરફ રડતી આંખે વ્હાલી દીકરીને ખૂબ આગળ વધવાનાં આશીર્વાદ આપીને વ્હાલવરસાવતાં વરસાવતાં માતા-પિતા એ મુમુક્ષુઓને આપેલી વિદાયના દ્રશ્યો સહુને હચમચાવી ગયાં હતાં.
વિશેષમાં આ અવસરે સ્વજન,પરિવાર,સ્નેહીનો અને માતા-પિતાપ્રત્યે ક્ષમાયાચના અનેઉપકારભાવની અભિ વ્યક્તિ કરતાં મુમુક્ષુ ઉપાસનાબેને સહુને લાગણી અને રાગના બંધનોથી મુક્તઈને તરી જવાનો બોધ આપીને દરેક ક્ષણ અને દરેક પળ જીવનની શાસન સેવા અને ગુરુસેવામાં વ્યતીત થઈ શકે તેવા સામર્થ્ય પ્રાપ્તિનાં આશીર્વાદની યાચના કરી હતી.
ઉપરાંતમાંસ્વજનો પાસે સન ગ્લાસ અને ટ્રેડમીલના પ્રેક્ટીકલ પ્રયોગ કરાવીને સ્વજનોને સંસારનાંવાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવતાં ઉપસ્થિત સર્વને પણ સંસારની અસારતાનો બોધ પ્રાપ્ત યોહતો.આ અવસરે સમગ્ર દીક્ષા મહોત્સવમાં અનુદાન આપીને સહયોગી બનનારાદરેક દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
સર્વની ઈંતેજારીનો અંત કરાવતાં આવતીકાલે રવિવારેસવારે ૦૭:૩૦ કલાકે દીર્ક્ષાીઓનાસંસારને અલવિદા કરતી મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ ગૌતમભાઈ નવીનચંદ્ર પટેલના નિવાસસન-આદિત્ય પ્લસ એપાર્ટમેન્ટ, ફન વર્લ્ડનીસામેની ગલી, બહુમાળી ભવનની પાછળ, શ્રોફરોડી કરી સંયમ સમવશરણ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિરામપામશે, જ્યાં સવારના ૦૮:૦૦ કલાકે ભાગવતીજૈન દીક્ષા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે.