વિશ્ર્વના ધનાઢયોમાં જેક મા ૧૮મા સ્થાને, અંબાણી ૧૯મા સ્થાને
અલીબાબાના જેક મા અંબાણીને પછાડી એશિયાના સૌથી ‘ધનવાન’ બન્યાં કોરોના વાયરસ, વૈશ્ર્વિક ક્રુડના ગબડતા ભાવે અંબાણીની સંપત્તિ ઘટાડી
વિશ્ર્વના શેરબજારોમાં કડાકો બોલ્યો છે, ભારત અને અમેરિકાના શેરબજારોને પણ માઠી અસર થઈ છે. કોરોના વાયરસ અને ક્રુડ ઓઈલના ભાવમાં કડાકો વગેરેને લીધે દેશની ટોચની કંપની રિલાયન્સે ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપતિમાં એક જ દિવસમા રૂ.૪ લાખ કરોડનું ગાબડુ પડયું છે. અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યકિત હતા પણ હવે ચીનની અલીબાબા કંપનીના જેકમાં એશિયાના સૌથી ધનવાન વ્યકિત બન્યા છે. મુકેશ અંબાણીની સંપતિમાં ઘટાડો થયો છે. તે અંગેની વિગતો જોઈએ બ્લૂમબર્ગના અબજોપતિ આંક મુજબ મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં રૂ. ૪ લાખ કરોડનો ઘટાડો થયો છે.અને હવે ચીનની અલીબાબા કંપનીના જેકમાં મુકેશ અંબાણીને પછાડી એશિયાના સૌથી ધનાઢય વ્યકિત બન્યા છે.
- મુકેશ અંબાણીની સંપત્તિ અત્યારે રૂ.૩૧ અબજ પર પહોચી છે.
જયારે બીજી બાજુ જેકમાની કુલ સંપત્તિ ૩૨.૮૩ અબજ પર પહોચી છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં ૪ લાખ કરોડનો ઘટાડો થતા હવે વિશ્ર્વના ટાચેના ધનાઢયોમાં ૧૯મા સ્થાન પર ગબડયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનાં ભાવમાં ૧ દિવસમાં ૧૨ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. વૈશ્ર્વિક ક્રુડ તેલના ભાવમાં મોટા ઘટાડો થતા મુકેશા અંબાણીની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લીધે અલીબાબ ગ્રુપને માઠી અસર થઈ છે. જોકે કલાઉડ કોમ્પ્યુંગંગ એપ.ની વધતી માંગે તેમાં થોડો ઘટાડો કર્યો છે. જેકમાં એશિયાના સૌથી ધનાઢય બનતા સાથે વિશ્ર્વના ધનાઢયોમાં ૧૮મા સ્થાને પહોચ્યા છે.ગત વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૨.૫૮ અબજનો વધારો થયો હતો. જેણે તેમને એશિયાના સૌથી ધનાઢય વ્યકિત બનાવ્યાહતા. જયારે જેકમાની સંપતિમાં ૮.૩૬ અબજનો વધારો થયો હતો.