રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓઇલ તેમજ ગેસ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી વેલ્યુએબલ કંપની: ર્ફોબ્સ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિશ્વભરમાં પોતાની આગવી છાપ છોડી ઉદ્યોગ સહાસિકતાનું પ્રભુત્વ પુરૂ પાડયો છે ત્યારે રિચેસ્ટમેન કહેવાતા ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ વિશ્વના ધનકુબેરમાં ૧૩મું સ્થાન મેળવ્યું છે. છ સ્થાનની સ્થીતિ ઉપરથી છલાંગ લગાવી ર્ફોબ્સ વર્લ્ડ બિલીયોનેરની યાદીમાં પોતાની સ્થીતી મજબુત કરી છે.
ઇ-કોમર્સ બિઝનેશ એમેઝોન સ્થાપનારા બેઝોર્સ ૫૫માં ક્રમે છે ૬૧ વર્ષિય અંબાણીની સંપતિ ૪૦.૧ બિલીયન ડોલર હતી. આ સાથે જ તેઓ વિશ્વના ધનકબેરમાં ૧૯માં ક્રમે હતા ત્યારે હવે તેનો વેપલો ૫૦ બિલીયન ડોલરને આંબતા તેઓ વર્લ્ડ બિલીયોનેરની યાદીમાં ૧૯માં ક્રમે પહોચ્યા છે. રિલાયન્સ ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી વેલ્યુએબલ કંપનીઓમાંની છે. ૨૦૧૬માં રિલાયન્સે ફોરજી ફોન અને જીઓ સર્વિસ લોન્ચ કરી ટેલિકોમ માર્કેટને હચમચાવ્યું હતું. ફ્રી ઇન્ટરનેટ અને વોઇસ સર્વિસ સાથે સ્માર્ટ ફોનને આધુનિક બનાવની સાથે જીઓએ ૨૮૦ મિલીયન ગ્રાહકો પોતાના કબ્જે કર્યા હતા. ર્ફોબ્સની યાદીમાં અન્ય ૧૦૬ બિલીયોનેરની પણ સાઇડ કાપી કાઠુ કાઢયું છે. ર્ફોબ્સની યાદીમાં અજીમ પ્રેમજી ૩૬માં ક્રમે છે. ત્યારે ટેકનોલોજી મેજર એચસીએલના શિવનાદાર ૮૨માં ક્રમે છે. ત્યાર બાદ ૯૧માં ક્રમે મિતલ કંપનીના લક્ષ્મી મિતલ વિશ્વના ટોચના ૧૦૦ બિલીયોનેરમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય બિલીયોનેરની યાદીમાં આદિત્ય બિરલા, અદાણી ગ્રૃપ, ભારતીય એરટેલ, પતંજલી આર્યુવેદ, પરિમલ એન્ટર પ્રાઇઝ, બિસ્કોન કંપની, ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ અને ત્યાર બાદ આર કોમના અનિલ અંબાણીનો સમાવેશ થાય છે.