રિલાયન્સ સ્થાનિક ઉત્પાદન સોલાર સેલ , બેટરી સ્ટોરેજ સહિતની ચીજ-વસ્તુઓનું ઉત્પાદન કરી ભારત દેશમાં ક્લીન એનર્જી સ્થાપશે
ભારત દેશમાં ગ્રીન એનર્જી ને વધુ વિકસિત કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે દેશના તમામ મોટા ઉદ્યોગો દ્વારા હાલ આ ક્ષેત્રમાં પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રીન એનર્જી સ્થાપવા માટે સાડા ચારસો ગીગા વોટની એનર્જી મોડ્યુલ સ્થાપિત કરશે જેના માટે કુલ 75 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.
મુકેશ અંબાણી દ્વારા એ વાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે પ્રથમ તબક્કે તો ગીગા બારોટ ની ગ્રીન એનર્જી સ્થાપિત કરવામાં આવશે અને કુલ ૪૫૦ મેગાવોટ સુધી તેને પહોંચાડાશે. પ્રાપ્ત માહિતી મુજબ આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રમાં મુકેશ અંબાણી દ્વારા આશરે ૭૫ હજાર કરોડનું રોકાણ કરવામાં આવે તેવી વાત સામે આવી રહી છે.
માહિતી મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતમાં નજીવા સમયમાં જ ગ્રીન એનર્જી સ્થાપિત કરવા માટે પોતાનો અહમ ભાગ ભજવ્યો છે જેના માટે કંપનીએ સ્થાનિક ઉત્પાદન અને વધારવા માટે સોલાર સેલ બેટરી સ્ટોરેજ સહિતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે જે સીધો જ ભારત દેશની અર્થવ્યવસ્થા માં વૃદ્ધિ થશે. આ પગલાંથી ભારત દેશ દ્વારા જે એનર્જી ક્ષેત્રે આયાત કરવામાં આવતું હતું તે હવે નહીં થાય અને ભારતના દરેક લોકોને સસ્તા દરે ગ્રીન ઉર્જા મળવાપાત્ર રહેશે.
ગ્રીન એનર્જી કમિટીમાં મુકેશ અંબાણી ની સાથે અનેકવિધ સંશોધકો રહેલા છે જે ખરા અર્થમાં ગ્રીન એનર્જી ઉત્પાદનમાં પોતાનો અહમ ફાળો આપશે અને ભારત દેશને સર્વોચ્ચ શિખર રાખવા મદદરૂપ સાબિત થશે હાલ આ અંગે રિલાયન્સ દ્વારા ટેકનોલોજીને પ્રાધાન્ય આપી આવનારા સમય માટે નો પ્લાન પણ બનાવવામાં આવી રહ્યો છે અને આગામી ૧૫ વર્ષમાં ભારતને ક્લીન એનર્જી દેશ તરીકે પ્રસ્થાપિત કરવા માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.