રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ઓથોપેડીક હાડકાના વિભાગના દર્દીઓ ફે્રેકચર છે કે કેમ તેવા દર્દીઓને એકસ-રે તબીબો લખી આપતા જેનો ચાર્જ પેટે રૂ૩૦/- વસુલવામાં આવતા હતા. જેની અનેક વખત રાજકોટ જીલ્લા કલેકટરને રજુઆત કરાતા અંતે આ એકસ-રેનો ચાર્જ નાબુદ કરાતા આ નિર્ણય ગરીબ દર્દી માટે આશીર્વાદ સમાન નીવડયો છે.
અને રાજકોટ સીવીલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ મનીષ મહેતા ગરીબ દર્દીઓના હીત માટે આ આ સેવા નિ:શુલ્ક કરી આપેલછે.આ માટે તેઓએ વધુમાં જાહેર જનતાને અપીલ હતી કે કોઇ અકસ્માતથી ઘવાયેલા હાથપગમાં ઇજાઓ હોય તેવા દર્દીઓ ખાનગી એકસ-રે માં ‚ ૨૫૦/- થી ૩૦૦/- માં ન લુંટાઇ સીવીલ હોસ્પિટલ નવી ઓ.પી.ડી. બિલ્ડીંગ સાતમાં હાડકના વિભાગમાં નિ:શુલ્ક સેવાનો લાભ લે જેમાટે રાજકોટ સીવીલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ મનીષ મહેતાનો જીવદયા પ્રેમી મુકેશ ખોયાણીએ આભાર વ્યકત કર્યો છે.