હાલમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી દીકરી ઈશાના લગ્નની તૈયારીમાં ખુબજ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જેમાં નીતા અંબાણી દીકરી ઈશાના લગ્ન પિરામલ ગૃપના વારસદાર આનંદ પિરામલ સાથે થવાના છે.
12 ડિસેમ્બરના રોજ મૂકેશ અંબાણીની પુત્રી ઈશા અને આનંદ પીરામલના લગ્ન થવાના છે. તેમના લગ્ન અંબાણીના ઘર એન્ટિલિયા પર થવાના છે. ઈશાના લગ્નનું કાર્ડ પણ ખૂબ જ રોયલ છે. ઈશાના લગ્નના કાર્ડ પર IA
લખેલું છે જેનો મતલબ ઈશા – આનંદ થાય છે.
સોશિયલ મીડિયામાં ઈશાના લગ્નના કાર્ડનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ખુબજ ધૂમ મચાવી રહ્યું છે.
જુઓ ઈશાના લગ્નના કાર્ડનો ફર્સ્ટ લૂક :
અંબાણી પરિવાર પહેલી કંકોત્રી બાપ્પાને ચડાવવા ગયો હતો. નીતા અને મુકેશ અંબાણી સોમવારની રાત્રે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતાં.
આ દરમિયાન સાથે તેમનો નાનો દીકરો અનંત અંબાણી અને મુકેશ અંબાણીની માતા કોકિલાબેન પણ હાજર રહી હતી.