બે દાયકામાં કંપનીએ અનેક સિદ્ધિ મેળવી, કંપનીની માર્કેટ મૂડીમાં 42 ગણો વધારો થયો, જ્યારે નફો લગભગ 20 ગણો વધ્યો
અબતક, નવી દિલ્હી : મુકેશ અંબાણીના 20 વર્ષના નેતૃત્વએ રિલાયન્સને નવી ઊંચાઈએ પહોચાડ્યું છે. બે દાયકામાં કંપનીએ અનેક સિદ્ધિ મેળવી છે. જેમાં કંપનીની માર્કેટ મૂડીમાં 42 ગણો વધારો થયો છે જ્યારે નફો લગભગ 20 ગણો વધ્યો છે.
મુકેશ અંબાણી 20 વર્ષ પહેલા રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. રિલાયન્સની કમાન સંભાળતાની સાથે જ સફળતાનો ઝંડો લહેરાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે આજ સુધી ચાલુ છે.આજે ધીરુભાઈની 90મી જન્મજયંતિ પણ છે. મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ, કંપનીએ છેલ્લા બે દાયકામાં આવકમાં વધારાની સાથે માર્કેટ મૂડીમાં સતત બે આંકડામાં વૃદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની માર્કેટ મૂડીમાં 42 ગણો વધારો થયો, જ્યારે નફો લગભગ 20 ગણો વધ્યો.
રિલાયન્સની નવા વર્ષની ભેટ: દેશના વધુ ૧૧ શહેરોમાં Jio to 5G સેવા લોન્ચ
ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓએ પણ રિલાયન્સમાં રોકાણ કર્યું હતું
મુકેશ અંબાણી માત્ર રિલાયન્સના પરિવર્તનના હીરો નથી, તેમના નેતૃત્વમાં એટલે કે છેલ્લા 20 વર્ષો દરમિયાન રોકાણકારો પર ઘણા પૈસાનો વરસાદ થયો છે. વાર્ષિક 87 હજાર કરોડના દરે રોકાણકારોના ખિસ્સામાં 17.4 લાખ કરોડ રૂપિયા આવ્યા. દરમિયાન, રિલાયન્સને વિશ્વની સૌથી મોટી કંપનીઓ પાસેથી રોકાણ મળ્યું. ફેસબુક, ગૂગલ અને બીપી જેવી મોટી કંપનીઓ રિલાયન્સના દરવાજે લાઇનમાં ઉભી છે.
રિલાયન્સે ટેલિકોમ ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ સર્જી
મુકેશ અંબાણીએ દેશની સૌથી મોટી કંપનીની સક્સેસ સ્ટોરીના ઘણા મહત્વપૂર્ણ પ્રકરણ પોતાના હાથે લખ્યા છે. ક્રૂડથી શરૂ કરીને, કંપનીએ ટેલિકોમ અને રિટેલ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. મુકેશ અંબાણીએ સૌપ્રથમ ડેટાને ‘નવું ક્રૂડ’ ગણાવ્યું હતું. આજે ઈન્ટરનેટ ડેટા સામાન્ય માણસના રોજિંદા જીવનમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.
રિલાયન્સ રિટેલ સેક્ટરમાં વિશ્વની અગ્રણી કંપનીઓને આપી રહી છે ટક્કર
રિટેલ સેક્ટરમાં પણ રિલાયન્સ વિશ્વની અગ્રણી કંપનીઓને સ્પર્ધા આપી રહી છે. ઓનલાઈન હોય કે ઓફલાઈન, છૂટક હોય કે જથ્થાબંધ, મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સે દરેક બાબતમાં પોતાની પકડ મજબૂત કરી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, વોલમાર્ટ જેવી કંપનીઓ રિલાયન્સને પોતાની હરીફ માને છે. રિલાયન્સ રિટેલે મંદ ગતિએ સ્ટોર્સ ખોલ્યા. માનવામાં ન આવે, પરંતુ ગયા વર્ષે રિલાયન્સ રિટેલે એક જ દિવસમાં 7 સ્ટોર ખોલવાનો રેકોર્ડ બનાવ્યો છે. આવકની દ્રષ્ટિએ પણ તે દેશની નંબર વન રિટેલ કંપની બની ગઈ છે.
ઉર્જા ક્ષેત્રે પણ રિલાયન્સનું ઊંચું વિઝન
વિઝનરી મુકેશ અંબાણીએ પણ ભવિષ્યની રિલાયન્સની તૈયારી શરૂ કરી દીધી છે. 75,000 કરોડના રોકાણ સાથે જામનગરમાં નવી ઉર્જા માટે 5 ગીગાની ફેક્ટરી સ્થાપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.રિલાયન્સ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવા નવા ઉર્જા સ્ત્રોતો પર પણ ઝડપથી કામ કરી રહી છે.