વિશ્ર્વ પ્રસિઘ્ધ ઉધોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ છે. રિલાયન્સના એમ.ડી. મુકેશ અંબાણીના જન્મદિવસના શુભ અવસરે આજે ટોચના ઉધોગપતિઓ અને રિલાયન્સ પરિવાર તરફથી તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે.
મુકેશ અંબાણી આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વના ટોચના ઉધોગપતિમાં આગવુ સ્થાન ધરાવે છે. પિતા ધી‚ભાઈ પાસેથી ધંધાકીય કૌશલ્ય કામ કઢાવવાની આવડતને વારસામાં મેળવનાર મુકેશભાઈએ અશકયને શકય કરી બતાવ્યું છે. તેમનો જન્મ ૧૯ એપ્રિલ, ૧૯૫૭માં થયો હતો. પિતા ધી‚ભાઈ અને માતા કોકીલાબેન તેમજ બે ભાઈઓ અને બે બહેનમાં મુકેશભાઈ સૌથી મોટા છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સે ‘રિલાયન્સ ઈન્ફોકોર્મ લીમીટેડ’ની સ્થાપના કરી સૌરાષ્ટ્રના જામનગર ખાતે વિશ્ર્વની સૌથી મોટી પેટ્રોલીયમ રિફાઈનરીની સ્થાપના કરવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી.
ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફરી એક વખત ‘રિલાયન્સ જીઓ’ દ્વારા ટેલીકોમ ક્ષેત્રમાં ધમાકેદાર એન્ટ્રી કરી મુકેશ અંબાણીએ વિશાળ વેપારઉધોગની સાથે સાથે ઈન્ડીયન પ્રીમીયર લી. હેઠળ મુંબઈ ઈન્ડીયન્સની ટીમના માલિક પણ બન્યા. મુકેશ અંબાણી નીતાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને સફળ દાંપત્ય જીવન દરમિયાન બે પુત્ર અનંત અને આકાશ તથા પુત્રી ઈશા સંતાનો છે. જેઓ બિઝનેસમાં પણ પિતા મુકેશ અંબાણીને સપોર્ટ કરે છે.
મુકેશભાઈ પરિવાર સાથે દક્ષિણ મુંબઈ સ્થિત ૨૭ માળની બિલ્ડીંગ એન્ટીલીયામાં રહે છે. આ બિલ્ડીંગની ગણના વિશ્ર્વના સૌથી મોંઘા બિલ્ડીંગોમાં થાય છે. મુકેશભાઈ પોતાની કંપની ઉપરાંત વિવિધ સમિતિના અધ્યક્ષ સભ્ય તેમજ પ્રતિષ્ઠીત કંપનીઓના બોર્ડ ઉપર પણ રહ્યા છે. અનેક એવોર્ડ અને સન્માનથી પણ તેઓને નવાજવામાં આવ્યા છે. વિશ્ર્વના ધનિક વ્યકિતઓની હરોળમાં બેસનાર મુકેશ અંબાણી આજે ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યા છે. ત્યારે ટોચના ઉધોગપતિઓ, રિલાયન્સ પરિવાર તરફથી આજે તેઓના જન્મદિવસના શુભઅવસરે શુભેચ્છાની વર્ષા થઈ રહી છે