ક્રિકેટનો મહાકુંભ આવતી કાલ તા. ૭ એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. ઈંઙકની આ ૧૧મી સિઝન છે. આ વખતે ભૂતપૂર્વ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની બે વર્ષના પ્રતિબંધ બાદ વાપસી થઈ રહી છે. પ્રથમ મુકાબલો ગત વર્ષની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે તે પૂર્વે મુંબઈ ઇન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમના મેન્ટર સચીન તેંડુલકર અને માલિક મૂકેશ અંબાણી અને આકાશ અંબાણી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મેદાન પર પહોંચી ગયા હતા અને ખેલાડીઓને વ્યક્તિગત મળ્યા હતા.
૫૧ દિવસ સુધી ચાલનારી IPLમાં ૧૨ મેચ એવી છે, જે સાંજે ૪.૦૦ વાગ્યે રમાશે, જ્યારે બાકીની ૪૮ મેચ રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૂ થશે. IPLની બધી ટીમના ખેલાડીઓએ છેલ્લા થોડા દિવસથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને મેદાન પર નેટ પ્રેક્ટિસ દરમિયાન પરસેવો પાડી રહ્યા છે.
સામાન્યરીતે નીતા અંબાણી અને તેમના સુપુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી આઇપીએલ મેચ દરમિયાન મેદાનમાં હાજર રહેતા હોઈ છે પણ આ વખતે ખુદ મુકેશ અંબાણી મેચની શરૂઆત પેહેલા જ ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.