રિટેલ ક્ષેત્રે વધુ વિકસિત કરવા માટે આગામી સમયમાં 200 રનના ઉભા કરવા માટે કામગીરી હાથ ધરાશે
અબતક, નવીદિલ્હી
હાલ સમગ્ર ભારત ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે એટલું જ નહીં ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ થઇ શકે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે આ તકે રિટેલ વ્યાપારને વધુ વિકસિત બનાવવા માટે કંપનીઓ દ્વારા ઈ-કોમર્સ ક્ષેત્ર તરફ તેમનો ઝુકાવ સતત વધ્યો છે. પરંતુ રિલાયન્સ ની વાત કરવામાં આવે તો રિલાયન્સ દરેક ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવી રહ્યું છે એટલું જ નહીં રિટેલ ઉદ્યોગમાં પણ રિલાયન્સ અવ્વલ નંબરે આવ્યું છે અને ગત પાંચ વર્ષમાં તેની આવકમાં પાંચ ગણો વધારો પણ નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રિલાયન્સ દ્વારા સમગ્ર ભારતમાં 14 હજારથી વધુના ચોર ઉભા કરવામાં આવ્યા છે જે આશરે 40 મિલિયન સ્ક્વેરફીટનો સમાવેશ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે રિટેલ ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી છે તે ખરા અર્થમાં અકલ્પનીય છે. તું પણ રિલાયન્સ આ ક્ષેત્રમાં વધુ મજબૂત થવા માટેના જે ધાર્યા પ્રયત્નો છે તે પણ કરી રહ્યું છે. કંપની દ્વારા ડિજિટલ અને ઇ-કોમર્સ ક્ષેત્રે તેને પોતાનું 20 ટકા નો જે વ્યાપાર છે તે રિટેલ ક્ષેત્ર પર નિર્ધારિત કર્યો છે અને જેમાં સતત વૃદ્ધિ પણ જોવા મળી રહી છે. ઇ-કોમર્સ ક્ષેત્રની નો ઉપયોગ કરી ભારતના લોકો દ્વારા રિટેલ ચીજવસ્તુમાં અનેક અંશે વધારો થયો છે જેમાં ગ્રોસરી, ઇલેક્ટ્રોનિક અને ફેસન અવ્વલ ક્રમે આવ્યું છે. રિલાયન્સ માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તર ઉપર પણ પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે કાર્ય કરી રહ્યું છે ત્યારે ભવિષ્યમાં હજુ 200 જેટલા સ્ટોલ ઉભા કરવા માટેના કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.