ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાભરમાં પોતાના ધન અને કિર્તીનો ડંકો વગાડ્યો છે. મુકેશ અંબાણીનું નામ દુનિયાના ૫૦ અમીર વ્યક્તિઓમાં સામેલ કર્યું હતું. તે મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓની લિસ્ટમાં ઉઘ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરનું નામ ‘એન્ટીલિયા’

છે, જેને દુનિયાનું સૌથી મોંઘુ ઘર કહેવામાં આવે છે.

મુકેશ અંબાણી ૨૧.બિલીયન ડોલરના માલિક છે.મુંબઈમા ૨૭ માળનો બંગલો છે. બંગલાની  કિંમત ૬૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે.આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે ૪ લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ ઘરની માર્કેટ વેલ્યુ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયા છે ત્યારે ડોલરમાં આ ઘરની કીમત ૨ બિલિયન ડોલર છે. ત્યારે અ ઘરને બનાવવામાં આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૂમ છે. છત ક્રિસ્ટલથી સજાયેલ છે. મુકેશ અંબાણીના ઘરમાં એક સિનેમા થીયેટર છે. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે.

 વિશાળકાય એન્ટીલિયા ઘરના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. એન્ટીલિયામાં 6 ફ્લોર માત્ર કાર માટે આરક્ષિત છે તેમાં એટલી જગ્યા છે કે, આશરે ૧૬૮ કાર ઉભી રાખી શકાય. સાતમાં ફ્લોર પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે. એન્ટાલીક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પર તેનું નામ એન્ટીલિયા રાખવામાં આવ્યું છે.

એન્ટીલિયાની છત પર ૩ હેલીપેડ પણ બન્યા છે. એન્ટીલિયા એક એવું ઘર છે જેમાં ત્રણ હેલીપેડ છે. એન્ટીલિયામાં ૯ લીફ્ટ, ૧ સ્પા, ૧ મંદિર, સોનાનું નકશીકામ અને ચેન્ડેલયર કાચથી બનેલ એક બોલ રૂમ છે. આ ઉપરાંત એક પપ્રાઇવેટ સિનેમાં, એક યોગા સ્ટુડીઓ, એક આઈસ્ક્રીમ રૂમ, ત્રણથી પણ વધુ સ્વીમીંગ પુલ છે. એન્ટીલિયામાં એક આર્ટીફીશીયલ બરફથી બનેલ એક રૂમ છે, આ ઉપરાંત એક સુંદર હેગિંગ ગાર્ડન પણ તેમાં બનાવવામાં આવ્યું છે.

એન્ટીલિયાની ઊંચાઈ લગભગ ૧૭૦ મીટર અર્થાત ૫૬૦ ફૂટ છે અને તેમાં ૨૭ ફ્લોર છે, એન્ટીલિયાઆશરે ૪૮ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલ છે, જે ૧ એકરથી વધારે જગ્યાથી ઘેરાયેલ છે. આ ઘરની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે ૮ રીક્ટર સ્કેલ ભૂકંપના ઝટકા સહન કરી શકે. ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી ભારતના પહેલા નંબરના રઈસ છે અને તેમની સંપતિ કોઈ શહેનશાહની સંપતિથી ઓછી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.