દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.ફોર્બ્સ તરફથી બહાર પાડવામાં આવેલી રિયલ ટાઇમ બિલિયનર્સની યાદીમાં 42.1 અબજ ડોલર સાથે ચીનના હુઈ કા યાનને પછાડીને મુકેશ અંબાણી એશિયામાં અમીરોની યાદીમાં સૌથી ટોચ પર પહોંચી ગયા છે. બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1.22 ટકાનો ઉછાળો આવ્યો અને તે 952.30 રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. જેથી મુકેશ અંબાણીની વ્યક્તિગત સંપત્તિમાં 466 મિલિયન ડોલરનો વધારો થયો છે. બીજી તરફ ચીનના એવરગ્રેન્ડ ગ્રુપના ચેરમેન હુઇ કા યાનની સંપત્તિ 1.28 બિલિયન ડોલર ઘટીને 40.6 અબજ ડોલર થઇ ગઇ છે. જો કે, દુનિયામાં અમીરોની યાદીમાં મુકેશ અંબાણી 14માં સ્થાને છે. આ યાદી કારોબારીઓની સ્ટોક હોલ્ડિંગ અને રિયલ ટાઇમ એસેટ્સના આધારે તૈયાર કરવામાં આવી છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી