- મુકેશ અંબાણી અને અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા
- સોમનાથને પૂજાસામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી
- સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી તથા તેમના પુત્ર અનંત અંબાણી જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર સેવા આપી રહ્યા છે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે પધાર્યા હતા.
સોમનાથ મંદિરમાં તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યોં હતો. તેમજ આ પવિત્ર અવસર પર તેમણે ભગવાન સોમનાથને પૂજાસામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી હતી.
આ તકે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ સોમનાથ મહાદેવની સોમનાથ મહાદેવની “શ્રી સોમેશ્વર મહાપૂજા” તેમજ “ધ્વજાપૂજા”નો સંકલ્પ લીધો હતો. તેમજ તેમણે સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ તકે તેમણે સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન દક્ષિણ ધ્રુવ દિશા સૂચક સ્તંભના દર્શન કરીને ભારતના ઐતિહાસિક અને ભૌતિક વારસાના પ્રતિ સમ્માન અને અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે એ સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ અર્પણ કરી મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું.
અહેવાલ : જયેશ પરમાર