અબતક, રાજકોટઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણી આજે વીડિયો કોન્ફરન્સિંગ તથા અન્ય વ્યુઝ્યુઅલ માધ્યમથી કંપનીના 3 કરોડથી વધુ શેરધારકો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. સભાની શરૂઆત થાય એ પહેલા મુકેશ અંબાણીએ પિતા ધીરુભાઇ અંબાણીને નમન કર્યા હતા. હાલ મુકેશ અંબાણી વીડિયો કોન્ફરન્સની મદદથી સંબોધી રહ્યાં છે. જેમાં તેઓએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નામ લઇને પરીચય આપ્યો હતો જેઓ આ વીડિયો કોન્ફરન્સમાં પણ જોડાયા છે.
Jioએ ગૂગલ સાથે મળીને લોન્ચ કર્યો અલ્ટ્રા અફોર્ડેબલ 4જી સ્માર્ટફોન, આ જાહેરાત મુકેશ અંબાણીએ પોતાની જનરલ સભામાં કરી છે. RILના ચેરમેને મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે, રિલાયન્સ આગામી 10 વર્ષમાં 20,000 કરોડ ડૉલરનું રોકાણ કરશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, કોરોના સંક્રમણના કહેર વચ્ચે જિયોનું પર્ફોમન્સ સારું રહ્યું છે. જિયો પહેલી એવી કંપની બની છે જે ચીનને બાદ કરતાં કોઈ એક દેશમાં 40 કરોડથી વધુ સબ્સક્રાઇબ છે. આ કારણે જિયો આજે દુનિયાની બીજી સૌથી મોટી મોબાઇલ ડેટા હેન્ડલ કરનારી કંપની બની ગઈ છે. મુકેશ અંબાણીને શેરધારકોને સંબોધતા કહ્યું કે, રિલાયન્સ રિટેલ આગામી ત્રણ વર્ષમાં 10 લાખથી વધુ નોકરીઓ આપશે. મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રિલાયન્સ રિટેલે દૈનિક 30 લાખ યુનિટ વેચ્યા. 8 માંથી 1 ભારતીયે રિલાયન્સ રિટેલમાંથી શોપિંગ કર્યું. Apparel Bizમાં દૈનિક 5 લાખ યુનિટ્સ વેચ્યા. Apparel Bizમાં 1 વર્ષમાં 18 કરોડ યુનિટ વેચ્યા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મોટી જાહેરાત કરતાં કહ્યું કે રિલાયન્સ હવે સોલાર પેનલના ઉત્પાદનમાં 60 હજાર કરોડનું રોકાણ કરશે. જામનગરમાં 5 હજાર એકરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા પ્રોજેક્ટની શરૂઆત થશે. મુકેશ અંબાણીએ કહ્યું કે સાઉદી અરામ્કોના ચેરમેન RILના બોર્ડમાં જોડાયા છે, રિલાયન્સ તેમનું સ્વાગત કરે છે, O2C વેપારમાં ARAMCO વ્યૂહાત્મક ભાગીદાર છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, ધીરૂભાઈ અંબાણી ગીગા કોમ્પલેક્સમાં કામ શરૂ થશે. જામનગર ખાતેના Giga Complexમાં કામ શરૂ થશે. ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સમાં 4 ફેક્ટરી હશે. રિન્યૂએબલ એનર્જમાં 60,000 કરોડનું રોકાણ કરીશું. જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્સ દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી હબ હશે.
મુકેશ અંબાણીએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે સાઉદી અરામકો કંપનીના અધ્યક્ષ યાસિર અલ-રુમાયનની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, રિલાયન્સ કંપનીની 44મી AGMમાં નિર્ણય લેવાયા બાદ મુકેશ અંબાણીએ કહ્યું, રિલાયન્સનું આંતરરાષ્ટ્રીયકરણ સંભવ થશે.
વધુમાં મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે છેલ્લા એક વર્ષમાં 75,000 નવી નોકરીઓ આપી છે. પડકારજનક માહોલ વચ્ચે કંપનીને સારી કામગીરી નોંધાવી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMને સંબોધતા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, કોરોના મહામારીમાં ગુમાવેલા સ્વજનોને અમારા તરફથી શ્રધ્ધાંજલિ. તથા તેઓએ વધુમાં શેરધારકોને સંબોધતા કહ્યું કે, ગત AGMથી આ AGM સુધી કંપનીની કામગીરી સુધરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે માનવતાની રક્ષા કરવી એ વેપારથી વધુ મહત્ત્વનું છે. કોરોના મહામારી હોવા છતાં કંપનીની કામગીરી ધાર્યા કરતાં વધુ સારી રહી છે.
નીતા અંબાણીએ પોતાના સંબોધનમાં કોરોના મહામારી સામે કેવી રીતે ધ્યાન રાખવું તે અંગે વાત કરી હતી. તથા આ સિવાય તેઓએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલા ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
મુકેશ અંબાણીના પુત્ર-પુત્રી આકાશ અને ઇશા અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોરોનાના કપરાકાળ દરમિયાન કરેલા રાહત કાર્યક્રમ કોવિડ મિશનની જાણકારી આપી હતી.