કોરોના બાદ હવે મ્યુકર માઇકોસિસ બિમારીએ માથુ ઉંચક્યું છે. જી.જી.હોસ્પિટલમાં હાલ 103 દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવાર લઈ રહ્યાં છે. જી.જી.હોસ્પિટલમાં પોરબંદર, કાલાવડ, મોરબી વગેરે પંથકના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જી.જી. હોસ્પિટલમાં મ્યુકરમાઇ કોસિસની સારવાર માટે હાલ ત્રણ વોર્ડ કાર્યરત છે.
જેમાં 150 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે. કેસમાં વધારો થતા નવા વોર્ડ પણ શરૂ કરવાનું જાણવા મળી રહ્યું છે. જામનગરમાં કોરોના વાઈરસ નબળો પડી રહ્યો છે. પરંતુ બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસના કેસની સંખ્યા વધી રહી છે. શહેરની જી.જી. હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિ સના 90 દર્દી સારવાર હેઠળ છે.
અત્યાર સુધીમાં 3 દર્દીના મોત નિપજયા છે. જો કે, દોઢ મહિનામાં એક પણ દર્દીડિસ્ચાર્જ થયો નથી.બીજી લહેરમાં કોરોનાએ કહેર વર્તાવ્યા છેલ્લાં થોડા દિવસોથી કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પરંતુ કોવિડવાળા દર્દીઓને મ્યુકર માઇકોસિસની બીમારી સતાવી રહી છે. શહેર-જિલ્લામાં પણ આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
તાજેતરની સ્થિતિએ શહેરની જી.જી. હોસ્પિટલમાં 90 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 3 દર્દીના મોત નિપજયાં છે. પરંતુ હજુ સુધી કોઇ દર્દી સ્વસ્થ ન થતાં ડિસ્ચાર્જ થયો નથી. જી.જી. હોસ્પિટલમાં આ રોગની સારવાર માટે ખાસ વોર્ડ અને ઓપીડી શરૂ કરવામાં આવી છે. કાન, ગળા અને આંખ વિભાગના તબીબો આ રોગની સારવાર કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, મ્યુકર માઇકોસિસના તમામ 90 દર્દી કોરોનાને થયો હોવાનું નોંધાયું છે.
ફંગસ શરીરમાં પ્રવેશ્યાના 4 વીકમાં ચેપ ફેલાય છે
મ્યુકરમાઇકોસીસ(ફંગસ) જયાં સુધી શરીરમાં પ્રવેશે નહીં ત્યાં સુધી આ રોગ થતો નથી. ફેસ, માસ્ક, નઝલ કેન્યુલા અને ટયુબ નાખવાથી ચામડી તૂટી શકે છે. ફંગસ દરેક વ્યકિતના શરીરની બહાર હોય જ છે, ત્યારે ઓક્સિજન ઉપકરણોની યોગ્ય સફાઇને અભાવે તેમજ કોવિડના દર્દીમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી શરીર તેનો પ્રતિકાર કરી શકતું નથી. ફંગસ શરીરમાં પ્રવેશ્યા પછી 3 થી 4 અઠવાડિયા લાગે છે. જેથી દર્દને રજા આપ્યા બાદ મ્યુકર માઇકોસીસ થયાનું જણાય છે.
મોઢાની સ્વચ્છતાથી રોગને રોકી શકાય છે
ડાયાબીટીસ, એચઆઇવી, કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, સ્ટીરોઇડ આપ્યા હોય ત્યારે શરીરની ઓટો ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે. હોસ્પિટલમાં અને ઘરે બિટાડીનના કોગળા કરાવીને દર્દીના મોઢાની સફાઇ કરવી જરૂરી છે. ઓક્સિજન, બાયપેપ કે વેન્ટિલેટર પર રહેલા દર્દી જાતે ઓરલ હાઈજીન જાળવી શકતા નથી જેથી જ્યારે દર્દી સારવાર લીધા બાદ ઘેર જાય ત્યારે સગાએ દર્દીના ઓરલ હાઈજીનનું ધ્યાન રાખવું જરૂરી છે.
3 થી 4 સપ્તાહ સારવાર ચાલે છે, સર્જરી પણ થાય છે: ડો.ચેટર્જી
મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ હવા, જમીનમાં પણ હોય છે. પરંતુ જેની રોગપ્રતિકારક શકિત સારી હોય છે તેને તે અસર કરતું નથી. જયારે કોવિડમાં લાંબા સમયે સારવાર લીધેલી વ્યકિત, ડાયાબીટીક દર્દી, આઇસીયુમાં રહેલી વ્યકિત તેમજ ઓછી રોગપ્રતિકારક શકિત ધરાવતી વ્યકિતને તે થવાની શકયતા વધી જાય છે. મ્યુકર માઇકોસિસની સારવાર ત્રણથી ચાર અઠવાડિયા ઓછામાં ઓછી ચાલે છે. જેમાં સર્જરી કરવામાં આવે છે.
ઈન્જેક્શન મેળવવા માટે રેમડેસિવિરની જ પોલિસી
રાજયના આરોગ્ય, તબીબી સેવા અને શિક્ષણ વિભાગના કમિશ્નરને 19 મે ના બહાર પાડેલા પરિપત્ર અનુસાર મ્યુકર માઇકોસીસના લીપોસોમલ એમ્ફોટેરીસીન ઇન્જેક્શન રાજ્યની સાત મહાનગરપાલિકાની 8 હોસ્પિટલોમાં મળશે. જેમાં જી.જી.હોસ્પિટલનો સમાવેશ કરાયો છે.ખાનગી હોસ્પિટલોમાં મ્યુકર માઇકોસીસના દર્દી સારવાર લઇ રહ્યા હોય તો ખાનગી હોસ્પિટલે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી દાખલ દર્દીના કેસની વિગત( તબીબના અસલ પ્રસ્ક્રીપશન, કેસની હિસ્ટ્રીશીટ), દર્દીના અધાર કાર્ડની નકલ, મ્યુકર માઇકોસીસના નિદાનની નકલ, સારવાર આપતા તબીબનો ભલામણ પત્ર રજૂ કરવાનું રહેશે.કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાંથી ઇન્જેક્શનની વહેંચણી તથા સપ્લાયની જવાબદારી મનપાના આરોગ્ય વિભાગની રહેશે. જેમાં પણ ઉપરોકત દસ્તાવેજોની ખરાઇ કરવાની રહેશે.