- દેશભરમાં શહીદ પર્વ મહોર્રમનો આસ્થાભેર આરંભ
- માનવતાના મસીહા ઈમામ હુસેનને “હિન્દુસ્તાન” પ્રત્યે અનન્ય લગાવ હતો
- ભારત વર્ષમાં અને દુનિયાભરમાં ધાર્મિક સામાજિક તહેવારોનું એક આગવું મહત્વ હોય છે ભારતની બિનસાંપ્રદાયિક સામાજિક વ્યવસ્થામાં તહેવારો ને ધર્મભાવની સાથે સાથે માનવ સંવેદના ના જતન અને ભાઈચારાના રૂપમાં મનાવવામાં આવે છે.
- હિન્દુસ્તાનની વસુદેવ કુટુંબકમ અને સત્ય અહિંસા ના ઉમદા સંસ્કારોની ઉજાગર કરવા માટે મનાવવામાં આવતા તહેવારોમાં ઇસ્લામના મહોરમના તહેવારોનો પણ સમાવેશ થાય છે.
- ા મુસ્લિમ ધર્મ ઇસ્લામી કેલેન્ડર સૌ પ્રથમ મહિનો મોહરમ નો આવે છે એટલે કે મહોર્રમની પહેલી તારીખ ઈસ્લામી નૂતન વર્ષ હોય છે પરંતુ જગતની તમામ સભ્ય સંસ્કૃતિમાં એકમાત્ર ઇસ્લામ એવો ધર્મ બની રહ્યો છે કે જેમાં નવા વર્ષની ઉજવણી આનંદ ઉમંગ ઉલ્લાસથી નહીં પરંતુ ગમ મનાવીને કરવામાં આવે છે.
- ઇસ્લામના પેગંબર હજરત મહંમદ સાહેબ ના નવાસા હજરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીદારોને ઇરાકના કરબલાના મેદાનમાં ભૂખ્યા તરસ્યા રાખી અત્યાચારી શાસક જૂલ્મી યઝીદ ની સેનાએ શહીદ કરી દીધા હતા..
યઝીદ કપટથી ખીલાફતની ગાદી પર બેસી ગયો હતો. તે દુરાચાર, ખોટા બોલો અને લોહીના સંબંધની ગરીમા રાખ્યા વગર નો વ્યભિચારી, શરાબી કુટેવવાળો હતો એ જમાનામાં એવી પરંપરા હતી કે જે વ્યક્તિ ખિલાફતની ગાદી પર બેસે તેના દ્વારા કરવામાં આવતા “આચરણ” તમામ રાજ રૈયત પર આ આચરણ કાયદેસર થઈ જાય… એટલે કે યઝીદ શરાબ પીતો હતો, ખોટું બોલતો હતો, અલ્લાહ પર ઈમાન રાખતો ન હતો,. નાસ્તિક હતો, નમાજ કે બંદગી માં માનતો ન હતો, સગી ફઈ, સાવકી માતા ,બહેન ,કાકી ને પત્ની તરીકે રાખવાની કુટેવ ધરાવતો તો… તે સમગ્ર વિસ્તાર પર જુલમથી અધિપત્ય તો જમાવવામાં સફળ થયો હતો પરંતુ તેની ખીલાફત માટે તેને હજરત મહંમદ સાહેબના ઘરાના ની સહમતી જરૂરી હતી. હજરત મહમદ સાહેબના વારસદાર હજરત ઈમામ હુસેન પર યઝીદે સમર્થન ની માંગણી કરી ઈમામ હુસેનને સમર્થન આપવાની ના પાડી કહ્યું કે હું તને સમર્થન આપું તો સમગ્ર માનવ જાત માટે તારા દુર્ગુણો સદાચાર બની જાય અને ધરતી પરથી માનવતા મરી પરવારે.. તે કપટથી પ્રાપ્ત કરેલ રાજ ધન વૈભવ ભોગવ પણ હું તને ધર્મનું નેતૃત્વ નહીં જ આપવું કારણકે તું ખલીફા તરીકે માન્યતા પ્રાપ્ત કરી લેતો સંસારમાં ક્યાંય સદાચાર ન રહે અને માનવતા મરી પરવારે… ઇમામ હુસેનને માનવતા બચાવવા માટે શહીદી નો રસ્તો પસંદ કર્યો પરંતુ યઝીદને ને સમર્થન ન જ આપ્યું.
યજીદ દ્વારા ઇમામ હુસેનની બેત સમર્થન માટે યુદ્ધનું એલાન કર્યું ઇમામ હુસેને જરા પણ ડગ્યા વગર કે યઝીદ સામે જંગ નો પડકાર સ્વીકારી લીધો અને 10 મી મોહરમ હિજરી સન એક્સાઈટ માં ઇરાકના કરબલા પ્રાંતમાં યુરેટ ઇસ નદીના કાંઠે એક તરફ લાખોનું લશ્કર અને એક તરફ સત્યની હિમાયત માટે જંગે ચડેલા ઇમામ હુસેન તેમના લશ્કરના સરદાર હજરત અબ્બાસ અને સાથીદારોનું 72 નું લશ્કર આંતકવાદ સામે જીવ સટોસટની ટક્કર માટે તૈયાર હતું. 10 મી મોહરમ ને સવારથી બપોર સુધી યુદ્ધ ચાલ્યું એવા હુસેનના લશ્કરના એક એક જવાન શૌર્યતાથી શહીદ થયા છેવટ ઈમામ હુસૈનને યજીદની ખોટી વાતનો સ્વીકાર ન કરીને માનવતા બચાવવા ધર્મ કાજે શહીદી વોહરી લીધી…..કરબલા નો ઇતિહાસ દર વર્ષે જીવંત થાય માનવ સમાજને હજરત ઈમામ હુસેનની સદાચાર માટે બલિદાનની ગાથા જન જન સુધી પહોંચતી રહે અત્યાચાર સામે ક્યારે ન ડગવાની હિંમત માનવ સમાજમાં જીવંત રહે તે માટે મહોર્રમના શહીદ પર્વ ગમ બનાવીને યાદ કરવામાં આવે છે..
આ વર્ષે પરંપરાગત રીતે રવિવારથી મોહરમ ની શરૂઆત થઈ છે 16 જુલાઈના રોજ આસુરા બનાવવામાં આવશે દેશભરમાં કોમી એકતા સાથે મહોર્રમ શાંતિપૂર્ણ રીતે બનાવાય તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હિન્દુસ્તાનમાં મોહરમની સર્વ ધર્મ સમભાવ ના ભાવ સાથે મનાવવાની પરંપરા
મહોર્રમના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી કરબલામાં ઇમામ હુસેનને માનવ ધર્મને બચાવવા સદાચાર માટે કુરબાની આપી હતી મહોર્રમની કુરબાનીનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે મહોર્રમ મનાવવામાં આવે છે મહોર્રમમાં તાજીયા અને દફનવિધિમાં તમામ ધર્મના લોકો જોડાઈ વધુમાં વધુ લોકો મોહરમની શહીદી થી વાકેફ થાય તે માટે મોહરમમાં પ્રસાદ પરંપરામાં તમામ પ્રસાદ શાકાહારી, માનતામાં શ્રીફળ, દૂધ, શરબત, ચોખ્ખું પાણી અને ચુરમાના લાડુ ધરવાની પરંપરા છે. તમામ વિધિ હિંદુ ધર્મ સંપ્રદાયની પરંપરા સાથે સુસંગત થાય તેવી રાખવામાં આવી છે મોહરમ સર્વ ધર્મ સમભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશો ઉજાગર કરવા મનાવવામાં આવે છે ઇમામ હુસેનના આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે સમાજમાં સુલેહ શાંતિ ભાઈચારો અને સંસ્કારી વાતાવરણ નું સર્જન થાય આંતકવાદ સામે સત્ય કાજે નિર્ભય બનવાના સંસ્કાર સમાજમાં ફેલાય તે માટે મોહરમ મનાવવામાં આવે છે.
તાજિયા પડમાં લાવવાની વિધિ અને દફનવિધિનાઝુલુસ નું શું છે મહત્વ?
ઈરાકના કરબલામાં ઈસવીસન 624 માં અધર્મ વિરુદ્ધ ધર્મનું યુદ્ધ થયું હતું, અત્યાચારી શાસક યજીદના લશ્કરે ઇસ્લામના પેગંબર હજરત મહંમદ સાહેબના નવાસા ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોને શહીદ કરી નાખ્યા કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા મોહરમના નવમા દિવસે હિન્દુસ્તાન માંથી વિભાજિત થયેલ પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સહિતના દેશોમાં શહીદોને અંજલિ આપવા માટે મોહરમની નવમી તારીખ એ ઇમામ હુસેનના મજારની પ્રતિકૃતિ તાજીયા બનાવવામાં આવે છે નવમી તારીખે કરબલામાં યુદ્ધની તૈયારી શરૂ થઈ હતી એટલે નવમી તારીખ તાજીયા પડમાં લાવવામાં આવે છે 10 મી તારીખે સવારથી બપોર સુધી ના ધર્મ યુદ્ધમાં 72 યોદ્ધાઓએ શહીદી વોહરી લીધી ત્યારબાદ 10 મી તારીખે તાજીયા ને દફનવિધિ માટે લઈ જવાનું ઝુલુસ યોજાય છે આમ તાજીયા પડમાં બેસવાથી લઈને દફનવિધિ થી કરબલા નું યુદ્ધ દર વર્ષે યાદ કરવામાં આવે છે
તાજીયા પડમાં બેઠા હોય ત્યાં પાણી છાંટવાની પરંપરા માનવતાની ભાવના ઉજાગર કરવાના સંસ્કારોની પ્રતીતિ કરાવે છે
હિન્દુસ્તાનમાં માનવ ધર્મની સવિશેષ ખેવના કરવાની સંસ્કૃતિ છે મોહરમ માનવ ધર્મ કાજે ઇમામ હુસૈનને આપેલી શહીદીને યાદ કરવાનો અવસર હોવાથી તાજીયા પળમાં આવે ત્યારે હિન્દુ મુસ્લિમ યુવાનો ઉઘાડા પગે ચોંકારો લે છે ત્યારે ગામની બહેનો તાજ્યના પટ માં પાણી છાંટીને માનવસેવા ના સંસ્કારો ઉજાગર કરે છે કરબલાના શહીદો ભૂખ તરસ પ્ વેઠીને શહીદ થયા હતા તેમને યાદ કરી પાણી પીવડાવવું અને પાણી છાંટવાની એકપરંપરા છે
પવિત્ર કુરાનમાં અત્યાચાર સામે અવાજ અને શહીદોનું ગમ બનાવવા માનવ સમાજને થઈ છે હિમાયત
મહોર્રમના ગમના દિવસો દુનિયાને આંતકવાદ સામે નીડર બનીને અવાજ ઉઠાવવાનો સંદેશ આપે છે કુરાન શરીફમાં છઠ્ઠા પારામાં સુરે નિશાની આયાતમાં ફરમાવ્યું છે કે હું કોઈ ને વિના કારણે દુ:ખી કે ગમગીન થવાની ઈજાજત નથી આપતો પરંતુ જ્યાં જુલ્મ થયો હોય તેની સામે પ્રતિકાર અને ગમ વ્યક્ત કરવાની ઈજાજત આપું છું આમ અલ્લાહે કુરાનની આયાતમાં ફરમાવ્યું છે કે અત્યાચાર સામે અવાજ ઉઠાવવા અને જ્યાં જ્યાં જુલમ થયા હોય ત્યાં દુ:ખ વ્યક્ત કરી સંવેદનાની હિમાયત કરી જણાવ્યું છે કે જોર જુલમ કે વિવાદો ને સ્વીકૃતિ નથી આપતો પરંતુ જ્યાં અત્યાચાર થાય ત્યાં હું તમને વિરોધ અને સંવેદના વ્યક્ત કરવા ની ઈજાજત આપું છું આમ કુરાનમાં માનવ જાતને અત્યાચાર સામે અવાજ ઉઠાવવા અને જ્યાં જુલમ થયો હોય તેના પ્રત્યે સંવેદના અને તેના ગમની ઈજાજત આપવામાં આવી છે મહોરમ ના દિવસોમાં ગમ મનાવા સામે સવાલ ઉઠાવવામાં આવે છે પરંતુ મોહરમમાં ગમ બનાવવા ની ઈજાજત કુરાનની આયાતો માં આપવામાં આવી છે
હિન્દુસ્તાન પ્રત્યે ઇમામ હુસૈને લાગણી વ્યક્ત કરી હતી
હિન્દુસ્તાન પ્રત્યે ઇમામ હુસૈન એ લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું હું હિન્દમાં જ રહીશ. કરબલાના રણમાં ઈસવીસન 517 માં થયેલા ધર્મ યુદ્ધ માં શહીદી વોહરી રહેનાર ઈમામ હુસૈન ને ભારત પ્રત્યે ખૂબ જ સંવેદના હતી વસુદેવ કુટુંબની ભાવનાને ભરેલા ભારત સાથે ઇમામ હુસેનને આત્મીયતા હતી 517માં જ્યારે કરબલા ની ઘટના સર્જાય તે પૂર્વે ઇમામ હુસૈન અને યુદ્ધ વચ્ચેની ટકરાવ ની તે સમયે વિશ્વમાં ભારે ચર્ચા જાગી હતી. ભારતમાં હિન્દુ રાજાઓએ ઇમામ હુસૈન ને મદદ માટે દૂધ મોકલ્યા હતા ઇમામ હુસેન સાથે હિન્દુ રાજાઓએ કરેલા પત્ર વ્યવહાર આજે પણ અનેક સંગ્રહસ્થાનોમાં મોજુદ છે ઇમામ હુસેનની શાહદત અનિવાર્ય હતી તેમણે હિન્દુ રાજાઓના સંદેશાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી જણાવ્યું હતું કે ભલે હું શહીદ થઈ જાવ પણ હું હિંદમાં જ રહીશ આજે વિશ્વભરમાં હિન્દુસ્તાન ના વિવિધ વિસ્તારોમાં ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન માં મોહરમની ભારે આસ્થા પૂર્વક મનાવાય છે એમાં હુસેનના મજારની પ્રતિકૃતિ જેવા તાજીયા બનાવાની પ્રથા અને મોહરમની ભવ્યતા રૂપમાં ઇમામ હુસેન ની હિંદુસ્તાન પરથી ની લાગણી આજે પણ અમર બની હોય તેવી પ્રતીતિ થાય છે અને જાણે કે ઇમામ હુસૈન હિંદમાં જ વસતા હોય તેવું દેખાય છે.
કરબલાની જંગમાં ભૂખ્યા તરસ્યા માનવતા કાજે શહીદ થયેલા શહીદોને ઠંડા પાણી શરબતથી અપાય છે અંજલિ
ઈમામ હુસેન અને તેમના પરિવારજનોને બેત માટે મજબૂર કરવા જુલમી શાસક યજીદ ના લશ્કરે ઇમામ હુસેનના પરિવાર પર ખૂબ અત્યાચાર ગુજારી ત્રણ દિવસ સુધી પાણી બંધ કરી દેવાયું હતું.છ મહિનાના શહેજાદાથી લઈ આખો પરિવાર ભૂખ તરસ વેઠીને સત્યનો સાથ આપી શહીદ થયા કરબલાના શહીદોની યાદમાં મહોર્રમના દિવસોમાં ઠંડા પાણી અને શરબત પીવડાવી શહીદોની ભૂખ તરસને અંજલી આપવામાં આવે છે.
તાજીયા શા માટે બનાવવામાં આવે છે’
ઈરાક ના કરબલામાં ઈસવીસન 517 માં ઈસ્લામના અંતિમ નબી હજરત મામા સાહેબના દોહિત્ર ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોની સહાદત થઈ હતી. દર વર્ષે શહીદોની યાદમાં ગમ બનાવવાની પરંપરા છે મહોરમમાં ભાવિકો કરબલા ખાતે ઇમામ હુસૈન ના મજાર ના દર્શને જય ન શકે તે માટે તેમની યાદમાં ઈમામ હુસેનના મજાર રોઝા ની પ્રતિકૃતિ ના રૂપમાં તાજીયા બનાવવામાં આવે છે તાજીયા બનાવવાની પ્રથા હિન્દુસ્તાનના તમામ વિસ્તારો જેવા હિન્દુસ્તાન પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને અરબ દેશ થી દુર વિશ્વભરમાં મોહરમમાં તાજીયા બનાવી શહીદોને યાદ કરવામાં આવે છે.
ચોકારાનું મહત્વ
કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા મહોર્રમના દિવસોમાં માતમની જેમ યુવાનોમાં “ચોકારો” લેવાની પ્રથા છે.. મહોર્રમના દિવસોમાં નાના-મોટા ગામમાં શેરીના નાકે અને ચોકમાં જુના યુગના શોર્ય રાસની જેમ યુવાનો ઢોલ અને શરણાઈના તાલે ગોલ્ વર્તુળાકારે ઘૂમી હાથ પર જોરથી પ્રહાર કરીને શહીદોને અંજલી આપે છે…ઇમામ હુસેનના લશ્કરમાં એ યુગના સૌથી શૂરવીર યોદ્ધા ના રૂપમાં ઇમામ હુસેનના નાના ભાઈ હજરત અબ્બાસ ઈલાહી સૈન્યના સરદાર હતા, કરબલામાં અહિંસા સાથે સત્યાગ્રહ ની જંગ હતી ઇમામ હુસેનને નાનાભાઈ હજરત અબ્બાસને જંગ ન કરવા અને સંયમ રાખવા આદેશ આપ્યો હતો ઇમામના આદેશને માન આપી હજરત અબ્બાસ પોતે લાખો યોદ્ધાઓ પર ભારે પડે તેવા શૂરવીર હોવા છતાં જંગ ન કરી પોતાના હાથ કુરબાન કરીને સત્ય અને અહિંસા નું રક્ષણ કર્યું હતું ચોકારોએ શૂરવીર હજરત અબ્બાસ ના બંને હાથો ની અંજલીને યાદ કરીને યુવાનો પોતાના હાથ પર પ્રહાર કરીને શહીદોને અનોખી અંજલી આપે છે ચોકારો શૌર્ય રાસની રૂપમાં લેવાતો હોવાથી મુસ્લિમ સાથે હિન્દુ યુવાનો પણ ચોખારામાં જોડાઈ છે અને ચોખારામાં હિન્દુસ્તાનની સર્વ ધર્મ સંભાવના પરંપરા ઉજાગર થાય છે.