મોરબીના સુમરા પરિવારના લગ્ન પ્રસંગે ખોટા દેખાડા કરવાને બદલે ઉત્તરપ્રદેશના મૌલાના સાહેબની તકરીરનું આયોજન.

મોરબી : આજના સમયમાં તમામ સમાજમાં લગ્નપ્રસંગમાં બેન્ડવાજા, ફટાકડા, વરઘોડાની ધૂમધામ રાખવામાં આવે છે, ત્યારે આ બધા દેખાડાથી દૂર રહી મોરબીના સુમરા પરિવાર દ્વારા પોતાના પુત્રના લગ્નપ્રસંગે મુસ્લિમ સમાજમાં આદરીણીય ઉત્તરપ્રદેશના મૌલાના મુફ્તી મોહસીન રઝા સાહેબની તકરીરનું આયોજન કરવામાં  આવ્યું છે.

મોરબીના મુસ્લિમ સમાજના સુમરા પરીવારને ત્યા ખુશીના મૌકો છે એટલે કે લગ્ન પ્રસંગ છે તેમા પણ આ પરીવાર ચુસ્ત મુસ્લિમ ધર્મ પાળે છે અને નાના દિકરાના લગ્ન છે તો આ લગ્નમાં એક ખાસિયત પણ જોવા મળશે, વાત જાણે એમ છે કે મોરબી વીસીપરા ગુલાબ નગરમાં રહેતા દાઉદભાઇ જુસબભાઇ સુમરાના નાના પુત્ર મો. અબ્બાસના લગ્ન ૨૨-૧-૨૦૧૮ ને સોમવારે છે ઘરમાં લગ્ન જેવો પ્રસંગ હોય તો લગ્નગીતો બેન્ડવાજા કે સરણાઇ ના શુર રહેલાતા હોય અને વરઘોડો નિકળે ફટાકડા ની આતશબાજી જોવા મળે.પરંતુ આવા જલસા કરવાની  જગ્યાએ  આ ચુસ્ત મુસ્લિમ ધર્મના અનુયાયીના ઘર આંગણે ભારતભરના મસહુર અને જેમની વાણી સાંભળવા લોકો કયા કયાથી આવતા હોય તેવા હઝરત અલ્લામા વ મૌલાના મુફતી મોહસીન રઝા સાહેબ રઝવી (યુપીવાળા) ઇલાહી ૨૧-૧-૨૦૧૮ને રવિવારે રાત્રે ૧૦ કલાકે  તકરીર ફરમાવશે આ ખુશીના મૌકા ઉપર મોરબી સહિતના મુસ્લિમ સમાજના લોકોને આ કાર્યક્રમમાં મુફતી સાહેબની તકરીરમાં પધારવા અહેમદભાઇ સુમરાએ જાહેર ધર્મપ્રેમી ભાઇઓને આમંત્રણ પાઠવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.