રેશનકાર્ડનો ગેરલાભ લેતા કાર્ડ ધારકોના કાર્ડ રદ કરાયા
ઈડર તાલુકાના મુડેટી ગામના એક વિધવા મહિલાએ બે દિવસ અગાઉ એક આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે વિધવા અને નિરાધાર લોકોને અનાજ મળતું નથી પરંતુ આ બાબતે વધુ હકીકત જાણવા મળતા સરકારશ્રી દ્વારા કેટેગરીમાં આવતા ન હોય તેવા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે અને છેલ્લા બે મહિનાથી મફત અનાજ મળતું હતું તે સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે જેના કારણે ગ્રાહકોને થોડીક મુશ્કેલીઓ પડતી હોય છે પરંતુ આ બાબતે મુડેટી ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક એવા મોહનભાઈએ જણાવ્યું હતું કે અમે અનાજનું વિતરણ સમયસર કરીએ છીએ અને ગ્રાહકોને સંતોષ છે અને સરકાશ્રીએ બનાવેલી કેટેગરીમાં ન આવતા હોય તેવા રેશનકાર્ડ રદ ઉપરથી રદ કરવામાં આવ્યા છે જેમાં અમે કશું કરી શકતા નથી અને જે આક્ષેપો અમારા ઉપર કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા અને ખોટા છે ત્યારે વધુમાં આ મામલે ઈડર પુરવઠા વિભાગના નાયબ મામલતદાર યોગેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેઓનો એક દીકરો સરકારી નોકરી કરે છે જે સરકારની કેટેગરીમાં આવતા નથી અને કાર્ડ રદ કરવામાં આવ્યું છે જેના કારણે સમગ્ર તાલુકામાં આવા જે પણ રેશનકાર્ડ હોય અને લાભ લેતા હોય તેમના રેશનકાર્ડ સરકારના ધારાધોરણ પ્રમાણે મિટિંગમાં લઈને રદ કરવામા આવ્યા છે અને તેમને જે આરોપો લગાવ્યા છે તે તદ્દન ખોટા છે.