મુંબઇથી સસ્તા ભાવે બાયોડિઝલ લાવી મોંધા ભાવે વેચતા હોવાનું કૌભાંડ ઝડપાયું
અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની ટીમે માલવણ હાઇ-વે પર અખિયાણા પાસે આવેલા પેટ્રોલપંપ પરથી12800 લીટર બાયો ડીઝલ સહિત 11.42 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે બાયોડિઝલ સીઝ કરી નમૂના એફએસએલ માટે ગાંધીનગર મોકલાયા છે. આ બાયોડિઝલ અમદાવાદનો શખસ મુંબઇથી રૂ.64માં લાવી રૂ.86માં વેચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું છે. ત્યારે જિલ્લામાં એક વર્ષમાં 25 દરોડામાં 78,807 લીટર બાયોડિઝલ જપ્ત કરવામાં આવ્યુ છે.સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી તાજેતરમાં એક ઓપરેશન હાથ ધરીને રતનપર બાયપાસ પરથી ગેરકાયદેસ બાયોડિઝલનો ઝડપી પાડ્યો હતો.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શનમાં ખાનગી ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી.
જેમાં અમદાવાદ કચ્છ હાઇવે પર માલવણ રોડ પર અખીયાણા પાસે આવેલા પેટ્રોલ પંપ પર શંકા જતા ખાનગી રાહે તપાસ કરીને મોડી રાત્રે દરોડો કરી ગેરકાયદે બાયોડીઝલ 12,800 લીટર બાયોડિઝલ પેટ્રોલ આઉટલેટ શહીદ 11,42,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ બાયોડિઝલ આઉટલેટ અમદાવાદના શખસ ભરતભાઈ પટેલમાલિક હોવાનું જાણવા મળ્યું હતું. આથી પુરવઠા વિભાગે બાયો ડિઝલ સહિત મુદ્દામાલ સીઝ નમૂના લઇને એફ.એસ.એલ માટે ગાંધીનગર મોકલી આપ્યા હતા.
એકવર્ષમાં પકડાયેલ બાયોડિઝલ સુરેન્દ્રનગર(શહેર) 8920 મીટર, વઢવાણ 4375મીટર, સાયલા 4340 મીટર, મૂળી 6000 મીટર, થાનગઢ 3980 મીટર, દસાડા 24142 મીટર, ચોટીલા 12050 મીટર, લીંબડી 14500 મીટર અને ધ્રાંગધ્રા 200 મીટર એમ કુલ મળીને 78507.અખિયાણા પાસેથી સીઝ કરાયેલા બાયોડિઝલના નમૂના લઇ એફએસએલ રિપોર્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવી ગયા બાદ કેસ નોંધાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. – પી.જે.દવે, જિલ્લા મુખ્ય પુરવઠા નિરીક્ષક