અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

મુળી તાલુકાના શેખપર ગામની સીમમાં વિદેશી દારૂ નો જથ્થો ભરેલ બે પીકઅપ તથા એક આરોપી ને ઝડપી પાડતી મુળી પોલીસ વિદેશી દારૂ ની બોટલો નંગ- 3411 ની કુલ કિ.રૂ.16,73,550/- તથા બે પીકઅપ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.26,83,550નો મુદામાલ કબ્જે કર્યો છે. વધુ વિગત મુજબ  મુળી તાલુકાના શેખપર ગામની સીમમાં પાણી ના સંપ થી આગળ ભોગાવો નદી ના કાઠે નરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમાર તથા મુન્નો ભીખુભા પરમાર રહે.બન્ને શેખપર તા-મુળી વાળા તથા છોટ્ટ પ્રફુલભાઇ લુવાણા રહે.સુ.નગર વાળા ઇંગ્લીશ દારૂ નું કટીંગ કરવાના છે તેવી ચોકકસ હકીકત મળેલી.

જે હકિકત આધારે સદરહુ જગ્યાએ પો.સ.ઇ એસ.એસ.વરૂ સા.તથા પો.હેડકોન્સ રોહીતકુમાર.જે.રાઠોડ તથા આર.ડી.પરમાર તથા પો.કો સતીષભાઇ અરવિંદભાઇ તથા રાજપાલસીહ હનુભા વિ.પો.સ્ટાફ ના માણસો સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએ રેઇડ કરતા (1) મહીન્દ્રા કંપનીની બોલેરો મેક્સીટ્રક રજી.નં.જી.જે.-18-એ.વી-7877 તથા (2) મહીન્દ્રા કંપનીની બોલેરો મેક્સીટ્રક પ્લસ રજી. નં. જી.જે.-03-બી.ડબલ્યુ-0510 તથા ખુલ્લા મેદાનમા કુલ ભારતીય બનાવટની ઇગ્લીસ દારૂનો બોટલો નંગ- 3411ની કુલ કી.રૂ.16,73,550/- તથા બે પીકઅપ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.26,83,550/ ના મુદામાલ ઝડપાયો હતો.

તમામ મુદામાલ સાથે એક આરોપી પ્રતીકભાઇ ઉર્ફે છોટુ પ્રફુલભાઇ સોમૈયા જાતે-લુવાણા ઉ.વ.24 રહે જુના જંકશન રોડ વકીલ સોસાયટી સુરેન્દ્રનગર વાળા ને પકડી પાડી માલ મગાવનાર (1) નરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમાર રહે શેખપર તા -મુળી (2) બ્રીજરાજસિંહ ઉર્ફે મુન્નો ભીખુભા પરમાર રહે શેખપર તા-મુળી (3) મેલાભાઇ અરજણભાઇ કલોત્રા તથા બન્ને પીકઅપ ના વાહનના ચાલક/માલીક તથા માલ મોકલનાર લકકીરાજસિંહ ઉફે લકકી નરેન્દ્રસિહ રાઠોડ તથા તેઓ એ મોકલેલ આઇસર વાહનના ચાલક/માલીક તથા તપાસમા ખુલે તે તમામ આરોપી વિરુધ્ધમાં મુળી પોલીસ સ્ટેશન માં ધોરણસર ફરીયાદ દાખલ કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.