ઝાલાવડ પંથકમાં ચાલુ વાહને કિંમતી ચીજવસ્તુઓની ચોરીને અંજામ આપ્યો હતો
હાઇવે ઉપર ચાલુ વાહનોના રસ્તા તાડપત્રી કાપી ચોરી કરતી ગેંગ દ્વારા ચોરી કરેલ વસ્તુઓ ગેડીયા ગામની સીમમાં સંતાડેલ મુદામાલ પકડી હાઇવે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સુરેન્દ્રનગર હાઇવે પર રાત્રીના સમયે ચાલુ વાહનોમાં કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરનાર ગેંગ દ્વારા સંતાડેલ ચોરીનો મુદામાલ જેમાં એલ.ઇ.ડી. ટી.વી., પંખા, બેટરી તથા કોસ્મેટીક ચીજવસ્તુ મળી કુલ કિંમત રૂ. 14,02,145/- નો મુદામાલ કબ્જે કર્યો છે.
ધ્રાંગધ્રા – વિરમગામ તથા અમદાવાદ – રાજકોટ હાઇવે ઉપર ચાલુ વાહનોના રસ્સા તાડપત્રીઓ કાપી કીંમતી ચીજવસ્તુઓની ચોરીઓ થતી હોય અને આ ગુન્હામાં ખાસ મોડેસ ઓપરેન્ડીથી ગેંગ દ્વારા પોતાના અન્ય સાગરીતો સાથે મળી હાઇવે ચોરીઓના ગુન્હાને અંજામ આપી તેનો મુદામાલ ઝંડીપા તથા આજુબાજુના ગામોમાં તથા સીમ વિસ્તારમાં છુપાવી રાખતા હોય મુદામાલ શોધી કાઢવા તેમજ આ ગેંગના તમામ સાગરીતો ઝડપી ગેંગને સંપુર્ણ નેસ્તનાબુદ માટે ખાસ એક્શન પ્લાન બનાવી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ખાસ એકશન પ્લાન બનાવી માલવણ ગેડીયા ઇંગરોડી સેડલા, ખરવા, સોખડા વિગેરે વિસ્તારમાં સખત પેટ્રોલીંગ ફરી, હાઇવે ચોરી કરતી ગેંગના આરોપીને શોધી પકડી.
એલ સી બી. ટીમ દ્વારા હાઇવે ચોરી કરતી ગેંગ દ્વારા ગુન્હામાં ઉપયોગ કરતા વાહનોની ખાનગી રીતે માહીતી મેળવી, આરોપી હનીફખાન ઉર્ફે કાળો નો અમીરખાન જત મલેક તથા હજરતખાન અનવરખાન જત મલેક તથા રોમીઝ મહમદખાન ઉર્ફે રાજમા માણેક રુહે ત્રણેય ગેડીયા તા.પાટડી વાળા કે જેઓ સદરહુ ગેંગના મુખ્ય સુત્રધારો હોય, હાઇવે ચોરીના તથા અન્ય અસંખ્ય ગુન્હાઓ આચરેલ રીઢા ગુન્હેગારો હોય, પોતાની ધરપકડ ટાળવા છુપાતા રહી, રાત્રી દરમ્યાન પોતાના સાગરીતો સાથે હાઇવે ચોરીના ગુન્હાઓને અંજામ આપી.
તે ચોરીઓમાં મેળવેલ મુદામાલ ગેડીયા ગામની સીમ, કાળા ગામ તરફ જવાના કાચા રસ્તે, માલ તલાવડી, ઝાંઝરકા નામે ઓળખાતી સીમ વિસ્તારમાં હજરતખાન અનવરખાન મલેકના કબજા ભોગવટા વાળા ખેતરની બાજુમાં આવેલ ભાણજીખાન મુરીદખાન મલેકના ખેતરના શેઢે આવેલ ઔરડીમાં મુદામાલ સંતાડી રાખેલ હોવાની ટેકનીકલ સૌર્સીસ તથા તાબાના સ્ટાફી તથા અંગત બાતમીદારોથી ચોકકસ હકીકત મેળવી, એલ.સી.બી ટીમ દ્વારા તાત્કાલીક પુરતી તૈયારી સાથે હક્તિ વાળી જગ્યાએ છાપો મારતા કઊઉ ટી.વી., પંખા, બેટરી, વાપર, પ્રિન્ટર/સ્કેનર, મોનીટર તથા લોરીયલ પ્રોફેશન પેરીસ કંપનીના ક્રોમ, ઓઇલ, સેમ્પૂ, હેર કાર, મસ્ક ક્રીમ, હેર સ્પા ક્ધડીશનર વિગેરે કોસ્મેટીક ચિજવસ્તુ મળી કુલ કિ.14,02,145/- નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી સાફ બજાણા પો.સ્ટે. ખાતે મુદ્દામાલ સૌથી આપેલ છે. એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ઢોલ પો.સ.ઇ. વી.આર. જાડેજા , એ.એસ. આઇ. ભુપેન્દ્રકુમાર જીણાભાઇ તથા પો.હેડ.કોન્સ. હીતેષભાઇ જેસીંગભાઇ તથા અનિરૂધ્ધસિંહ બેસંગભાઇ તથા ભરતસિંહ હમીરરસ તથા પો.કોન્સ. જપેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા કુલદીપત્તિ હરપાલસિંહ તથા સંજયભાઈ પ્રવિણભાઇ તથા લખતર પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. નરેન્દ્રગીરી તથા નીતમભાઇ મનુભાઈ તથા પોં કીન્સ સરદારસિંહ પ્રવિણસિંહ તથા ધનજીભાઇ વિસ્જીભાઇ ટીમ દ્વારા હાઇવે ચોરીમાં ગયેલ લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરી હાઇવે ચોરીના ગુન્હા ડીટેકટ કરેલ છે.