કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, સરપંચ જશ્મત કોયાણી, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણની વિશેષ હાજરી
જામકંડોરણા ખાતે હજરત ગેબનશાહ બાવાનો બે દિવસનો ઉર્ષ મુબારક આ વખતે ભવ્યાતી ભવ્ય રીતે ઉજવવા માટે ખુબજ મોટાપાયે તૈયારીઓ કરવામાં આવી હતી. જામકંડોરણા ખાતે ધોરાજી નાકા બહાર આવેલ હજરત ગેબનશાહ બાવાનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષ પણ બે દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્ષની શરૂઆત પુરા મુસ્લીમ સ્મો રિવાજ સાથે કરવામાં આવી હતી.
આ ઉર્ષની શરૂઆત થતા જ રાજયના કેબીનેટ મંત્રીશ્રી અને આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા, જામકંડોરણાના સરપંચશ્રી જશમતભાઈ કોયાણી તથા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ચંદુભા ચૌહાણ એ ખાસ હાજરી આપી હતી અને હજરત ગેબનશાહ બાવાની મજાર પર ફુલ ચડાવી સજદા કરેલ, ઉર્ષ દરમ્યાન એન.સી.પી, નેતા રેશ્માબેન પટેલે પણ હાજરી આપી હતી. મુંબઈવાળો જનાબે અબ્દુલ કાદિર કુરીયાં જે હજજની પવિત્ર યાત્રા પર ગયેલ હતા તે આ ઉર્ષના દિવસે ત્યાથી સીધા આ ઉર્ષમાં હાજરી આપવા પધારેલ હતો. આ તમામ મહાનુભાવોનું આ ઉર્ષ કમીટીવતી જનાબ હનીફબાપુ) મચ્છીવાલાના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતા.
આ ઉર્ષ દરમ્યાન દર વર્ષ જશાપર ગામના પટેલ ભાઈઓ તરફથી ભજીયા બનાવી આમ ન્યાજ કરાવી હિન્દુ-મુસ્લીમ એકતાનું અનેરૂ ઉદાહરણ પુરુ પાડે છે. બીજા દિવસે સંદલ પોશી તથા ઝુલુસ મોટાપીર સાહેબની દરગાહ શરીફથી બેન્ડવાજા તથા ઢોલ-ત્રાસા સાથે ખુબજ વાજતે-ગાજતે ઉંટની સવારી સાથે સંદલ મુબાર કે કોઢ વામાં આવેલ આ ઝેલસમાં જામકંડોરણા શહેર અને તાલુકાભરના તમામ મુસ્લીમ બિરાદરો તથા ઝુલુસમાં હિન્દુ ભાઈઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઝુલુસ જામકંડોરણા શહેરની મુખ્ય બજાર માં રેફાઈ ધમાલ તથા બાદશાહ ધમાલ સાથે કાઢવામાં આવેલ હતું.
ઈશાની નમાજ બાદ વાએઝ શરીફનો પ્રોગ્રામ મૌલાના મુફતી નવાઝ અહમદ સાહેબ નુરી(ધોરાજીવાળા) તથા મૌલાના ઉવૈશ સાહેબ યાર અવી અશરફી (ધોરાજીવાળા) વરાતકરીર ફરમાવવામાં આવેલ. ઉપરોકત ઉર્ષ શરીફમાં હિન્દુ, મુસ્લીમ દરેક ભાઈઓ તથા બહેનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધેલ હતો. આ બે દિવસીય ઉર્ષ મુબારકને સફળ બનાવવા ઝેરે અહેરામ હાજી અબ્દુલ્લા હાજી વલીમામદ, જનાબ જુમ્માભાઈ કુરેશી તથા જનાબ હનીફ(બાપુ) મચ્છીવાલા, મૌલાના યાસીનબાપુ તથા હજરત ગેબનશાહ બાવા ઉર્ષ કમીટીના તમામ સભ્યોએ ખુબજ સારી જહેમત ઉઠાવી હતી.