સાંસદ પૂનમબેન માડમ, મંત્રી આર.સી. ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની ગ્રાન્ટના કામો મળીને રૂ.૮૩.૯૯ કરોડના ખર્ચને મંજુરી
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે સુભાષ જોષીની વરણી થયાને બે વર્ષ પૂર્ણ થયા છે. તેમના આ શાસન કાળ દરમિયાન શહેરમાં કુલ રૃા. ૪ર૧,૧૭,૧૭,૬૬૦ ની રકમના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી છે. જેમાં સિવિલ શાખા હસ્તકના વિવિધ કામો ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી આર.સી. ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની ગ્રાન્ટના કામો વગેરે મળી કુલ રૃા. ૮૩,૯૯,૭૯,૧૩૪ ના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. વોટર વર્કસ શાખા હસ્તકના વિવિધ કામો, નવા ભળેલા વિસ્તારમાં તથા ડેમ સાઈટના કામો અંગે કુલ રૃા. પ૮,૭પ,૩૮,પ૬૪ ના ખર્ચને મંજુર કરવામાં આવ્યું હતું.
ભૂગર્ભ ગટર શાખા હસ્તકના મેન્ટનન્સ, ફરિયાદ, નિકાલ, સફાઈ, બાકી કામો વગેરે માટે રૃા. ૩૭,૪૪,૦૬,૭રર ના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
પ્રોજેક્ટ અને પ્લાનિંગ શાખા હરકતના વિવિધ કામો માટે રૃા.૧૦૧,૩૬,૪૩,પ૪ર ના ખર્ચાઓ મંજુર કરવામાં આવ્યા હતાં. ટાઉન પ્લાનિંગ શાખા હસ્તકના ટી.પી. રોડ, ડીમાર્કેશન, ડીપી રોડ, વગેરે અમલવારી માટે રૃા. પ૦ર,૮૯,૪૩૪ ના ખર્ચને મંજુરી અપાઈ હતી.
લાઈટ શાખા હસ્તકના વિવિધ કામોમાં કુલ રૃા. ૩૦૩,૦૧,૦પ૭ નો ખર્ચ, સોલીડ વેસ્ટ શાખા હરકતના વિવિધ કામો માટે રૃા. ૬ર,૦પ,પ૯,ર૦૭ ના ખર્ચાને મંજુરી અપાઈ હતી. એસ્ટેટ શાખા હસ્તક કામ અન્વયે મહાનગરપાલિકાને રૃા. ૯પ,૮૩,ર૬ર ની આવક થવા પામી છે. તો સ્લમ શાખા હસ્તકના કામોમાં આવાસ યોજના બનાવવા, પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા વગેરે કામો માટે ૬૯,૪પ,૦૦,૦૦૦ ના ખર્ચ મંજુરી આપવામાં આવી છે.
ઉપરોક્ત કામો માટે મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રભારી મંત્રી સૌરભ પટેલ, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરી, મંત્રી આર.સી. ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમનો સહયોગ સાંપડ્યો હતો. આ તમામ કામો ચેરમેન સુભાષ જોષી અને તેની ટીમ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે અને મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમુર, શાસક જુથના નેતા દિવ્યેશ અકબરી દંડક જડીબેન સરવૈયા, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, કમિશનર અને તેની ટીમનો સહયોગ સાંપડ્યો હતો.