વાલ્મીકી સમાજ પ્રત્યેની લાગણી સાથે અને પ્રદેશ અગ્રણી એવા નિતિનભાઇ ભારદ્વાજ તથા કમલેશભાઇ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખની સુચનાથી કમિશ્ર્નર સાથે સાફઇ કામદાર ભરતી બાબતે વાલ્મીકી સમાજના અગ્રણી અને યુનિયન લીડરો સાથે મીટીંગ યોજાઇ હતી. કમિશ્ર્નરે આગામી પાંચ દિવસમાં ભરતી અને જાહેરાતની ખાત્રી આપી હતી.
આ મીટીંગમાં ઉપસ્થિત વાલ્મીકી સમાજના ધર્મગ્રુરુ ચિમનાજીબાપુ તથા કરશનભાઇ વાઘેલા જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઇ બારૈયા તથા બ્યુરો સ્વીપર્સ યુનિયન પ્રમુખ જયદીશભાઇ સોલંકી, વાલ્મીકી સેનાના પ્રમુખ બટુકભાઇ વાઘેલા, યતિનભાઇ વાઘેલા, કિરીટભાઇ વાઘેલા, નિતિનભાઇ વાઘેલા, સેમુભાઇ વાઘેલા, શૈલેષભાઇ વાઘેલા, ચમનભાઇ પરમાર, હિરાભાઇ ઘાવરી, અશોકભાઇ નૈયા, તલસીભાઇ વાઘેલા, અનિલભાઇ ટીમાણીયા, ભરતભાઇ ઘાવરી, શ્રર્વણભાઇ ચૌહાણ, લાલજીભાઇ નૈયા, વિઠ્ઠલભાઇ વાઘેલા, અમુભાઇ ઝાલા, દિપકભાઇ ઝાલા, હિતેષભાઇ ટીમાણીયા, દિપકભાઇ વાઘેલા, સંજય ગોહેલ, મનોજ વાઘેલા, મુકેશભાઇ વાઘેલા, ભુપેન્દ્રભાઇ વાઘેલા, અર્જુન સોઢા, જયેશભાઇ ઝાલા, અશ્ર્નિભાઇ પુરબીયા, પ્રભુદાસભાઇ વાઘેલા, પ્રકાશભાઇ ઝાલા, રાજુભાઇ ચૌહાણ, તથા વિસ્તારના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.