એલસીબીએ પકડાયેલા ત્રણ શખ્સોની પૂછપરછના આધારે કરી કાર્યવાહી
જામનગરના બિલ્ડર પર ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે ફાયરિંગ કરનાર ત્રણ શખ્સ એલસીબીની ગિરફતમાં આવ્યા પછી તેઓએ ફાયરિંગ કરવામાં વાપરેલી પિસ્તોલ કાલાવડના શખ્સને વેંચી નાંખ્યાની કબૂલાત આપતા એલસીબીએ કાલાવડમાંથી તે શખ્સને પણ ઉપાડી લીધો છે. આ શખ્સ કાલાવડ નગરપાલિકાનો સદસ્ય છે.
જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલા ક્રિષ્ના પાર્કમાં ગઈ તા. ૩ના દિને બિલ્ડર ગીરિશભાઈ ડેર પર કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલના ઈશારે બે બાઈક પર આવેલા ત્રણ શખ્સે હુમલો કરી બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. તેની તપાસ એલસીબી દ્વારા હા ધરવામાં આવ્યા પછી ગીર-સોમના જિલ્લાના સુત્રાપાડાના હિતેશ ભગતસિંહ ઝાલા, સંજય અરસીભાઈ બારડ તા ધોરાજીના પ્રવિણ ગીગાભાઈ વાળા ઝડપાઈ ગયા હતાં. ત્રણેય શખ્સની રિમાન્ડ મેળવવામાં આવી હતી.
એલસીબીની ઘનિષ્ઠ પુછપરછમાં વટાણા વેરવાનું શરૂ કરી બિલ્ડર પર જે પિસ્તોલમાંથી ફાયરીંગ કરાયું હતું તે પિસ્તોલ ફાયરીંગના દિવસે જ કાલાવડમાં રહેતા એક શખ્સને વેચી નાખ્યાની કબુલાત આપી છે. તે કબુલાતના આધારે ગઈકાલે પીઆઈ એમ.જે. જલુના વડપણ હેઠળ એલસીબીનો કાફલો કાલાવડ ધસી ગયો હતો. ત્યાં આવેલી બારોટ શેરી નજીક રહેતા ઈમરાન ગફાર સમા નામના સંધી શખ્સની અટકાયત કરી હતી. તે શખ્સ કાલાવડ નગરપાલિકાના વોર્ડ નં. પનો કોંગ્રેસનો સદસ્ય છે. આ શખ્સને જામનગર કચેરીએ ખસેડી એલસીબીએ પુછપરછ કરતા આ શખ્સે બિલ્ડર પર જેમાંથી ફાયર કરવામાં આવ્યા હતાં તે હયિાર-પિસ્તોલ કાઢી આપી છે. રૂા. ૫૦,૦૦૦ના આ હયિારને કબજે કરી ઈમરાનની પણ ધરપકડ કરી છે.
કાર્યવાહીમાં પીએસઆઈ આર.બી. ગોજીયા તા સ્ટાફના ફીરોઝ દલ, ખીમભાઈ ભોચીયા, અશોક સોલંકી, એન.બી. જાડેજા, ભરત પટેલ, અશ્વિન ગંધા, એન.એસ. જાડેજા, એ.બી. જાડેજા, બળવંતસિંહ પરમાર, અરવિંદગીરી સો રહ્યા હતાં.