શહેર-ગ્રામ્યમાં થઈને બે લાખ બાળકોને રસીથી સુરક્ષિત કરાશે: શહેરમાં 400 અને ગ્રામ્યમાં 255 ખાસ ટિમો બનાવાઈ: ઓનલાઇન ઉપરાંત સ્થળ પરથી પણ રજિસ્ટ્રેશન કરી શકાશે

આહથીથી ૧પ થી ૧૮ વર્ષનાં કિશોરોને કોરોના વિરોધી રસી આપવાનાં અભિયાનનો પ્રારંભ રાજકોટના મ્યુ.કમિશનર દ્વારા રાજકોટની જસાણી સ્કુલ ખાતેથી કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં  આશરે બે લાખ  બાળકોને આ અભિયાનમાં આવરી લેવામાં  આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી કુલ બે લાખ વિદ્યાર્થીઓને આગામી 7 જાન્યુઆરી સુધી કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવશે. રાજકોટ ગ્રામ્યમાં બાળકોનાં રસીકરણ માટે રપપ ખાસ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં 400 જેટલા કેન્દ્ર પર બાળકોને રસી આપવામાં આવશે.ઓન લાઈન રજીસ્ટ્રેશન ઉપરાંત સ્થળ પર પણ રસી માટે નોંધણી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં  આરોગ્યની ટીમ શાળાઓમાં જઈને બાળકોને રસી આપશે. જિલ્લામાં આશરે  શાળાએ જતા આશરે ૭પ હજાર બાળકો મળી ૯પ હજાર બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જે ચાર દિવસમાં પુરો કરવાનું આયોજન છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં આશરે ૮૦ હજાર બાળકોને રસી આપવા આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ ગ્રામ્યમાં 95 હજાર ડોઝનો જથ્થો પૂરો પડાયો

જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકાનાં અધિકારીઓ સાથે બાળકોનાં રસીકરણ અભિયાનનાં મૂદે ચર્ચા કરી હતી. રાજકોટ ગ્રામ્યને કોવેકસીનનો ૯પ હજાર ડોઝનો જથ્થો પુરો પાડવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં રર. ૧પ લાખ વેકસીનનાં ડોઝ આપવામાં આવ્યા છે તેમાં પહેલો ડોઝ ૧૧.૭પ લાખ અને બીજો ડોઝ ૧૦.૩૯ લાખ લોકોને આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.