- 2014માં નરેન્દ્રભાઇ મોદીએ એમએસપીની વકિલાત કરી હતી હવે અમલ કરતા નથી
દેશનો ખેડુત હવે ડો.સ્વામીનાથનના અહેવાલ અને એમએસપી બાબતે સ્પષ્ટ છે, 2024 ની ચુંટ્ણીમા ભાજપાના ભાષણોમા ભ્રમિત નહી થાય.
ખેડુતોને પોતાની માંગને લઈને સત્યાગ્રહ કરતા રોકવા કે તેના રસ્તામા ખીલા જડવાના મોદી સરકારના પગલાને ડો.સ્વામીનાથનની પુત્રીએ સખત શબ્દોમા વખોડ્યા.
ડો.એમ એસ સ્વામીનાથનની અધ્યક્ષતામા નેશનલ ફાર્મર કમિશનની રચના તા.18.11.2004 મા કોંગ્રેસની યુપીએની કેન્દ્ર સરકારે કરી.
આ કમિશને અભ્યાસના અંતે પહેલી મિટીંગ તા.14.10.2009 ના રોજ મળી અને તેમા સરકાર સામે 201 ભલામણો મુકી હતી.
201 માંથી 175 ભલામણો 10 વર્ષમા કોંગ્રેસની યુપીએ સરકારે સ્વીકારી અને અમલ કર્યો અને મોદી સરકારે તેના 10 વર્ષના કાર્યકાળમા માત્ર 25 ભલામણો સ્વીકારી અને એમએસપીની ભલામણ માટે અસ્વીકાર કર્યો.
2014 ની લોક્સભાની ચુંટણી ભાજપાએ દેશના ખેડુતોને એમએસપીનું વચન આપી બનાવી હતી પરંતુ મોદી સરકારે પોતાના જ વચનોમાં યુ ટર્ન લીધો અને ખેડૂતો એમએસપીના વાયદોમા છેતરાયા અને સુપ્રિમ કોર્ટમા સોગંદનામુ ફાઈલ કર્યુ કે અમારી સરકાર સ્વામીનાથનની ભલામણ મુજબ C2+50% MSP આપવા સક્ષમ નથી કે ઇરાદો ધરાવતી નથી.
તા.14.02.2024 નારોજ કોંગ્રેસ નેતૃત્વે એમએસપીની ભલામણ માટે દેશના ખેડુતોને વચન આપ્યુ કે જો કેન્દ્રમા ઇન્ડીયા ગઠબંધનનને ખેડુતો અને જનતાના આશીર્વાદ મળશે તો છેલ્લી એક એમએસપીની ભલામણનો અમલ કરવામા આવશે અને તેને કાયદાનુ રુપ આપી તમામ પાક માટે અમલમા મુકવામા આવશે.
ભાજપા સરકારના જવાબદાર આગેવાનો થોડા સવાલના જવાબ આપે કે કેન્દ્ર સરકારે ડો સ્વામીનાથનને ભારત રત્ન થી નવાજ્યા બાદ ગણતરીના કલાકોમા કેન્દ્ર સરકારની વેબ સાઈટ ઉપરથી ડો.સ્વામીનાથનનો અહેવાલ શા માટે કાઢી નાખવામા આવ્યો ?
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીએ 2014 પહેલા તત્કાલિન યુપીએ સરકાર સામે એમએસપીની વકિલાત કરી હતી. આજે ક્યા કારણો બાધારૂપ છે ? 2014માં લોક્સભાની ચુંટણીમા મત મેળવવા ખેડુતોને આપેલા એમએસપીના વાયદા ક્યા ગયા?