સરકાર એમએસએમઈની મર્યાદા રૂ.૨૫૦ કરોડની સાથો સાથ રૂ.૭૦૦૦ કરોડની ખેરાત પણ કરશે
દેશને આત્મનિર્ભર બનાવવા માટે કૃષિની જેમ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ પ્રોત્સાહનો અપાય તેની જરૂર હતી. આ વાતને સરકારે સમજીને અનેક પ્રોત્સાહનો આપવાની તૈયારી કરી હતી. આ ઉપરાંત લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી યોજનાઓનો વધુને વધુ લાભ મળે તે માટે વ્યાખ્યા બદલવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં આત્મનિર્ભર ભારત યોજના હેઠળ એમએસએમઈ સેકટર માટે કરાયેલી જાહેરાતોને મંજૂરી આપવામાં આવી હતી. જેના પરિણામે હવે ખુમચાવાળાઓને લોન યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત સરકાર રૂા.૫૦,૦૦૦ કરોડના ઈક્વિટી થકી લઘુ અને મધ્યમ ઉદ્યોગને પગભર કરશે.
મધ્યમ ઉદ્યોગો માટે ટર્નઓવરની લીમીટ વધારી રૂા.૨૫૦ કરોડ કરાઈ છે. આ ઉપરાંત મુડી રોકાણ લીમીટ વધારી ૫૦ કરોડ કરવામાં આવી છે. હવે લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું લીસ્ટીંગ પણ થઈ શકશે. તનાવગ્રસ્ત એમએસએમઈ માટે સરકાર હજારો કરોડની ખેરાત પણ કરશે. ૨૦ હજાર કરોડની વધારાની ક્રેડીટ મધ્યમ અને નાના ઉદ્યોગકારોને આપવામાં આવી છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે જેટલો ફાળો ખેતીનો રહેશે તેટલો જ ફાળો લઘુ અને મધ્યમ ઉદ્યોગનો રહેશે.
દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક આર્થિક સમસ્યાઓ ઉભી થઈ છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. આ ઉદ્યોગોને સ્વનિર્ભર બનાવવા અને મહામારીની અસરમાંથી ઉભા કરવા સરકારે રૂા.૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જેને નાણા પ્રધાન નિર્મલા સીતારમને તબક્કાવાર મુકવાની તૈયારી કરી છે. ગઈકાલે કેબીનેટની બેઠક દરમિયાન આ મુદ્દે મહત્વના નિર્ણય લેવાયા હતા.
કોરોના મહામારીથી દેશ કેટલાય સમયથી લોકડાઉન હતો. જેમાં આજે અનલોક ૧ ના પહેલા દિવસે મોદી સરકારની કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક થઈ. આ બેઠકમાં સરકાર દ્વારા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી. સરકારની બીજી ટર્મની બીજા વર્ષની આ પહેલી બેઠક હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે બેઠકમાં ખેડૂતો, એમએસએમઇને લઈને ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જાવડેકરે કહ્યું, મજબૂત અને મહત્વપૂર્ણ ભારત નિર્માણમાં એમએસએમઇની મોટી ભૂમિકા છે. સરકારે આજે જાહેર કરેલી યોજનાથી ૫૫ કરોડ ખેડૂતો અને ૧૧ કરોડ એવા લોકોને ફાયદો થશે જે નાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે.
કોવિડને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. તેના અસરકારક અમલીકરણ માટે ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે. બેઠકમાં જાવડેકરે કહ્યું કે MSME ની મર્યાદા ૨૫ લાખથી વધારીને ૧ કરોડ કરવામાં આવી છે. ભારત સરકારે એમએસએમઇની પરિભાષાનું સંશોધન કરવામાં આવ્યું છે. એમએસએમઇની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, હવે તેની પરિભાષાનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે. એમએસએમઈમાં ૧૪ વર્ષ પછી સંશોધનો કરવામાં આવ્યા છે. ૨૦ હજાર કરોડ રૂપિયાથી વધારે કર્જના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ૫૦ હજાર કરોડના ઇક્વિટી રોકાણને પણ મંજૂરી આપવામાં આવી છે.
કોવિડને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. તેના અસરકારક અમલીકરણ માટે ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે. બેઠકમાં જાવડેકરે કહ્યું કે ખજખઊની મર્યાદા ૨૫ લાખથી વધારીને ૧ કરોડ કરવામાં આવી છે. ભારત સરકારે એમએસએમઇની પરિભાષાનું સંશોધન કરવામાં આવ્યું છે. ખજખઊ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, હવે તેની પરિભાષાનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે.એમએસએમઈમાં ૧૪ વર્ષ પછી સંશોધનો કરવામાં આવ્યા છે. ૨૦ હજાર કરોડ રૂપિયાથી વધારે કર્જના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ૫૦ હજાર કરોડના ઇક્વિટી રોકાણને પણ મંજૂરી આપવામાં આવી છે.