વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આપવા નાણાં મંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફોરન્સ શરૂ થઈ છે.
માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે.
- MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે, 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે
- નિર્મલ સીતારમણે કહ્યું- પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ પાંચ સ્તંભ ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ છે.
- આત્મનિર્ભર ભારત દ્વારા અમે લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવા માંગીએ છીએ.
- આત્મનિર્ભર ભારત માટે ઘણાં પગલા ઉઠાવવામાં આવ્યા. ખેડૂતો, મજૂરોના એકાઉન્ટમાં સીધા જ પૈસા નાખવામાં આવ્યા, જે એક રીતે ક્રાંતિ હતી.પીએમ કિસાન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઓ દ્વારા સીધા લોકોના બેન્ક ખાતામાં રકમ મોકલવામાં આવી છે. આ યોજનાઓનો ફાયદો ખેડૂતોને મળ્યો છે. જીએસટીથી લધુ ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગનો ફાયદો મળ્યો.