આજે દરિયાઇ રાજ્ય વિકાસ પરિષદ (MSDC)ની 18મી બેઠક યોજાય હતી. તેમાં દરિયાઈ ક્ષેત્રના વિકાસને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આ વિકાસ પરિષદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ દરિયાઈ ક્ષેત્રના વિકાસને લઈ ચર્ચાઓ કરી હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કાઉન્સિલને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘મેરીટાઇમ સ્ટેટ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ (MSDC)નો ઉદ્દેશ્ય રાજ્યો અને કેન્દ્ર બંને માટે ફાયદાકારક દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે રાષ્ટ્રીય યોજનાનો વિકાસ કરવાનો છે. દેશનો વિકાસ રાજ્યોના વિકાસ પર આધારીત છે, અને MSDC એ સહકારી સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ છે. અલગ અલગ થઈને આપણે ક્યારે પણ વિકાસ નહીં કરી શકીયે. વિકાસ કરવા માટે એકજૂથ થઈને કામ કરવાનું પડશે.’

‘ઇન્ડિયન પોર્ટ બિલ 2021’ની જરૂરિયાત પર ભાર મુક્યો છે. મંત્રીએ રાજ્ય સરકારોને વિનંતી કરી કે ઇન્ડિયન પોર્ટ બિલને રાજકીય મુદ્દા તરીકે ન જોવા કરતા વિકાસના મુદ્દા તરીકે જોવું યોગ્ય રહશે. તેમણે આગળ વાત કરતા જણાવ્યું છે કે, ‘ઇન્ડિયન પોર્ટ બિલ 2021’ને કેન્દ્ર સરકાર અને સમુદ્રી કિનારાના રાજ્યોની ભાગીદારી દ્વારા દરિયાકાંઠાના મહત્તમ સંચાલન અને ઉપયોગને સરળ બનાવશે.’ તેમણે રાજ્યોને ખાતરી આપી છે કે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય એક વ્યાપક બંદર બિલ વિકસિત કરવા માટે રાજ્યોના તમામ સુજાવોનું સ્વાગત કરશે.

મનસુખ માંડવિયાએ કહ્યું કે, ‘આજે 18 મી સમુદ્રી રાજ્ય વિકાસ પરિષદની બેઠકમાં દરિયાઇ ક્ષેત્રની સર્વાંગી પ્રગતિને લગતા ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સંયુક્ત રીતે દરિયાઇ ક્ષેત્રના વિકાસ પર કામ કરશે.’

બેઠકમાં ચર્ચા કરવામાં આવેલી મુખ્ય બાબતોમાં ઇન્ડિયન પોર્ટ્સ બિલ 2021, નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ, બંદરો સાથે રેલ અને માર્ગ જોડાણ અને સમુદ્રી સંચાલન,સમુદ્રી વિમાન સંચાલન માટે ફ્લોટિંગ જેટી, સાગરમાલા પ્રોજેક્ટ્સ અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.