દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓ જંગે ચઢયા બાદ ધારાસભ્ય મેદાને આવ્યા પોલીસને હપ્તારાજ બંધ કરી દારૂડિયા અને બુટલેગરોનો ત્રાસ દૂર કરવાના આદેશ આપ્યા

હળવદની સોસાયટીઓ સામે પોલીસની રહેમ નજર હેઠળ ધમધમતા દેશી દારૂના અડ્ડામાં દારૂડિયા અને બુટલેગરોના હદ બહારના ત્રાસ મામલે ગઈકાલે મહિલાઓ મેદાને આવી હતી અને મહિલાઓએ ભારે આક્રોશ સાથે બળાપો ઠાલવ્યો હતો. મહિલાઓના આક્રોશને પગલે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા આજે મેદાને આવ્યા હતા અને તેમણે એસપીને હળવદમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે દારૂડિયા અને બુટલેગરોનો ત્રાસ દૂર કરવાના આદેશ આપ્યા છે.

7537d2f3 17

હળવદમાં પોલીસની હપ્તાખોરીના કારણે દારૂબંધી ખરેખર હાસ્યસ્પદ બની ગઈ છે.માત્ર દારૂબંધી કહેવા પૂરતી રહી છે.હળવદમાં દારૂબંધીનું ક્યાંય અસ્તિત્વ જ નથી. ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ધમધમે છે. બુટલેગરો મનફાવે તે રીતે  છડેચોક  દેશીદરૂનું વેચાણ કરે છે. આ બધું પોલીસની જાણ બહાર હોઈ જ ન શકે. પોલીસની રહેમ નજર હોય તો દેશીદારૂનો ખુલ્લેઆમ વેપલો થઈ શકે એ વાત નરી સત્ય છે.એમા કોઈ શંકાને સ્થાન નથી.પોલીસ માત્ર કેસ દેખડવા માટે દરરોજ એકલ દોકલ પીધેલીયા સામે કેસ કરે છે.બાકી તો હળવદમાં ઠેરઠેર દેશીદારૂનું વેચાણ થાય છે તેને કડક હાથે નાબૂદ કરતા પોલીસના ગરમ થયેલા ખિસ્સા રોકે છે.જેના કારણે હળવદના ઘણા વિસ્તારમાં દેશીદારૂની બદી ફૂલીફાલી છે.

હળવદના ક્રિષ્ના પાર્ક સોસાયટીની સામે તો  ખુલ્લેઆમ દેશીદરૂના ધમધમે છે .બુટલેગરો છડેચોક દારૂ વેચે છે.જેના કારણે દારૂડિયાઓની  મહેફિલો જામે છે.દારૂ પીને ઘણી વખતતો  આ સોસાયટીમાં દારૂડિયાઓ હંગામો મચાવે છે.જેના કારણે મહિલાઓ ઘરની બહાર પણ નીકળી શકતી નથી.રોજેરોજની  દારૂડિયાની હરકતોને કારણે મહિલાઓની ધીરજ હવે ખૂટી ગઈ છે.આજે મહિલાઓએ મીડિયા સમક્ષ આવીને દારૂની બદીને દૂર કરવા જંગે ચઢી હતી જેથી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા આજે મેદાને આવ્યા હતા. જેમાં તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હળવદમાં દેશી દારૂના અડ્ડા ધમધમેં છે અને સોસાયટીઓમાં દારૂડિયાઓ અને બુટલેગરોનો ભારે ત્રાસ છે જે.મામલે મહિલાઓએ ખુલીને મીડિયા સમક્ષ અવાજ ઉઠાવ્યો છે.તેને ધ્યાને લઈને મોરબી જિલ્લા પોલીસ વડાને હળવદમાં દેશી દારૂના દુષણને કડક હાથે ડામી દેવાની સૂચના આપી છે અને હળવદની સોસાયટીઓમાં દારૂડિયા અને બુટલેગરો સામે કફક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.તેમણે આ મામલે કલેકટરને પણ રજુઆત કરી છે.સાથે જ ધારાસભ્ય એ હળવદ પોલીસ સાથે  તાકીદે બેઠક  કરીને હળવદમાં દેશી દારૂની બદીને કડક હાથે ડામી દેવાની સૂચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.