નાની ઉંમરે જ ઢગલાબંધ પુસ્તકોનો વાંચનરસ પીનાર અમૃત દેશમુખે ‘બુકલેટ’ નામની એપ્લીકેશન પણ બનાવી છે: સ્વામી વિવેકાનંદ, વડાપ્રધાન મોદી તેમના આઈડલ: ઈન્ટરનેટ અને મોબાઈલના યુગમાં આ યુવાને ૧૨૦૦ પુસ્તકો વાંચી અનેરી સિદ્ધિ મેળવી: યુવાનોએ પ્રેરણા લેવી

ડીજિટલાઈઝેશનના સમય સાથે પુસ્તક વાંચનનો શોખ વિસરાતો જાય છે. માણસની કલ્પનાશકિતને ખિલવતા પુસ્તકો અંગે લોકોની રસ‚ચી ઓછી થઈ ગઈ છે. માત્ર શૈક્ષણિક અભ્યાસ માટે જ પુસ્તકો વાંચવાનું અથવા ગોખણપટ્ટી કરવાનું ચલણમાં છે. લોકો વધુને વધુ ઉચ્ચ ગુણવતાના પુસ્તકો વાંચતા થાય ‘મેક ઈન્ડિયા રીડ’ સહિતના અભિયાનો ચાલે છે. રાજકોટમાં પુસ્તક પરબ સહિતના પ્રયાસો લોકોને વાંચન તરફ વાળવા માટે થયા છે. અલબત તેના નકકર પરિણામો આવ્યા નથી. એક તરફ પુસ્તક વાંચનથી કંટાળી જતા લોકો છે ત્યારે બીજી તરફ અનેક યુવાનો એવા જેઓ વાંચવાનો ગળાડુબ શોખ ધરાવે છે.

આવા જ એક મુંબઈના યુવાન અમૃત દેશમુખ સાથે ‘અબતક’ ચાય પે ચર્ચામાં તેમના વાંચન શોખ અંગે જાણવાનો પ્રયાસ થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે તેમણે નાની વયે ૧૨૦૦થી વધુ પુસ્તકો વાંચ્યા છે અને જીવનમાં ઉતાર્યા છે. આગામી સમયમાં તેઓ બાયોગ્રાફી લખવા જઈ રહ્યા છે. તેમણે બનાવેલી એપ્લીકેશન ‘બુકલેટ’ ખુબ જ પ્રખ્યાત છે.

  • પ્રશ્ર્ન: નાની ઉંમરમાં આટલી બધી પુસ્તકો વાંચી લેવાનું શું કારણ, જયારે અત્યારની આધુનિક જીવનશૈલીમાં લોકો જીવી રહ્યા છે ત્યારે?

જવાબ:આ પ્રશ્ર્નના જવાબમાં અમૃત દેશમુખે જણાવ્યું હતું કે, પુસ્તકો વાંચવા એ તેમનું પેશન છે. નાનપણથી વાંચવાનો શોખ હતો. વધુમાં તેઓએ કહ્યું હતું કે, મારા વાંચન પાછળ તેમના ભાઈનો હાથ છે. કારણકે, તેમના જન્મદિવસના દિવસે જે કોઈ સગા-સંબંધીઓ તેમને કોઈ ગીફટ આપતા તો તેમના ભાઈ તેમને ના પાડી, માત્ર પુસ્તક ભેટમાં આપવાનું કહેતા હતા. જેથી તે ગુસ્સે થતા પરંતુ બાળકની સામે ખૂબ જ મોટી માત્રામાં પુસ્તકો હોઈ, તો તે પુસ્તકો વાંચવા બંધાઈ જાય છે. જેથી તેમના જીવનમાં પુસ્તકો માટેનો અપાળ પ્રેમ છે. આગળ તેઓએ કહ્યું હતું કે, તે જયારે પુસ્તક વાંચે છે ત્યારે માત્ર તેમનું ધ્યાન પુસ્તકમાં જ હોય છે બીજે કયાંય નહીં.

  • પ્રશ્ર્ન: કેવા પ્રકારના પુસ્તકો આપને વાંચવા ગમે છે?

જવાબ:આ પ્રશ્ર્નના જવાબમાં અમૃત દેશમુખએ જણાવ્યું હતું કે, સેય ઈમ્પ્રુવમેન્ટને લઈને પુસ્તકો તેમને વાંચવા ખુબ જ ગમે છે, સાથે ધંધા તથા વ્યાપારને લઈને પણ પુસ્તકો વાંચવા ગમે છે. લોકોના સ્વાદને અનુસરી તેઓ હવે રોમેન્ટીક પુસ્તકો પણ વાંચે છે. કારણકે તેમની જે બુકલેટ નામની એપ છે. તેમાં ૭૦ ટકા સ્ત્રીઓ છે જે તેમને રોમેન્ટીક બુકની સમરી આપવા પ્રેરીત કરે છે. જેને અનુલક્ષી તેઓએ કહ્યું કે, હવે મારે દેશ માટેની પુસ્તકો વાંચવાની છે. જેથી અલગ-અલગ પ્રકારની પુસ્તકો વાંચી લોકોને ખુશ કરી અને વાંચન તરફ વાળવા પ્રેરીત કરુ છું.

  • પ્રશ્ર્ન: જયારે પુસ્તકો કિંડલ જેવી ઈન્સ્ટુમેન્ટમાં આવી જાય છે તો લોકો પુસ્તકો શું કામ વાંચે, કારણકે હાલની પરિસ્થિતિ ડિજીટલાઈઝ થઈ ચૂકી છે?

જવાબ:આ પ્રશ્ર્નના જવાબમાં તેઓએ કહ્યું કે, વાંચવું અનિવાર્ય છે. પછી કોઈ પણ માધ્યમ હોઈ. કેમ કે કિંડલ જેવા ઈન્સ્ટુમેન્ટમાં તેમને સાચી પુસ્તક વાંચતા હોય તેવી અનુભુતી પણ થતી હોય છે. શું વાંચો છો તે મહત્વનું છે. હા વોટસએપ જેવી એપમાં ઘણા નોનવેજ જોકસ આવતા હોય છે. હા ત્યારે લોકોએ તેને વાંચવા ના જોઈએ. જેના કારણે મારે બુકલેટ નામની એપ શ‚ કરવી પડી છે.

  • પ્રશ્ર્ન: પોતાના ઉથાન માટે યુવક-યુવતીઓને પુસ્તકો વાંચવા કંટાળો આવતો હોય છે. શું કારણ હોઈ શકે?

જવાબ:આ થવા પાછળનું એક માત્ર કારણ એ છે કે, આધુનિક સમયમાં ઝડપથી કેમ કાંઈ વસ્તુ મેળવી લેવાઈ, તે મુખ્ય કારણ છે. આધુનિક સમયમાં જે રફતારથી તેમને અહીંની વસ્તુ મળે છે, તેથી તેઓ આભામાં આવી જતા હોય છે. જે એક ખરાબ વાત કહી શકાય. આ ક્ષણે આજની યુવા પેઢીને આગામી સમયને જોઈને આગળ વધવું જોઈએ નાકી જટ અને ત્વરીત મળી જતી વસ્તુઓને ધ્યાને લેવુ જોઈએ.

  • પ્રશ્ર્ન: આપ રિસર્ચ એનાલીસ્ટ છો, તો રિસર્ચ એનાલીસ્ટ શું કામે?

જવાબ:આ પ્રશ્ર્નના જવાબમાં અમૃત દેશમુખે કહ્યું કે, નાના હતા ત્યારે એક ઘેલછા હતી કે, સ્ટોક માર્કેટમાંથી પૈસા જલ્દી કેવી રીતે કમાવાઈ, પરંતુ જયારે પૈસા મળી જતા હોય છે ત્યારે અને ત્યાર પછી શું એ એક મોટો પ્રશ્ર્ન ઉદભવિત થતા હોય છે. જેના કારણે તેમને બુકલેટ એપ બનાવવાનો વિચાર આવ્યો અને જનતાને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તે એમનો લક્ષ્ય બની રહ્યો.

  • પ્રશ્ર્ન: આપે જયારે પુસ્તકો વાંચવાનું શ‚ કર્યું તે સમયે કેવું લાગ્યું હતું આપને?

જવાબ:આ પ્રશ્ર્નના જવાબમાં તેઓએ કહ્યું કે, આપ કેવા પ્રકારના પુસ્તકો વાંચો છો, તે એક મહત્વની વાત છે, જયારે આપ જે પુસ્તકો વાંચો છો અને તેમાં જો પાંચ એવા શબ્દો એક પાનામાંથી મળે, જે તમને ખબરના હોય અને જો તેમનો મર્મ ખબરના હોય તો તે પુસ્તક જે તે વ્યકિત માટે નથી, જેથી તેમને બીજી પુસ્તક વાંચવી જોઈએ.

  • પ્રશ્ર્ન: હાલની એજયુકેશન સિસ્ટમની વાત કરીયે તો અત્યારે સરકાર એમસીકયુ પ્રશ્ર્ન ઉપર વધારે ભાર કેન્દ્રિત કરતી હોય છે. જેથી વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચવા પ્રેરીત નથી થતા.

જવાબ:આ પ્રશ્ર્નના જવાબમાં અમૃત દેશમુખે જણાવ્યું હતું કે, હાલની જે એજયુકેશન સિસ્ટમ છે. તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થયો છે તેવો ખુબ જ વધારે પ્રમાણમાં ગુગલીંગ કરતા થયા છે. કારણકે તેમને લાગી રહ્યું છે કે, ગુગલ એક મોટો દરીયો છે. જે વિદ્યાર્થીઓના વિકાસમાં એક મહત્વનો ફાળો ભજવે છે. આ વિષયમાં વધુ કહેતા તેઓએ જણાવ્યું હતું કે, સફળ લોકો માત્ર ૨ ટકા માં જ હોય છે. જેથી પ્રોસ અને કોન્સ તો રહેવાના જ. માત્ર જ‚ર છે જાગૃતાની.

  • પ્રશ્ર્ન: બુકલેટ નામની એપ શું છે?

જવાબ:આ પ્રશ્ર્નના જવાબ દેતા તેઓએ જણાવ્યું હતું કે, ‘રીડીંગ ફોર નેશન’ અભિયાનમાં તેમનો પણ થોડોક સ્વાર્થ હતો, જે પૈસા કમાવવાનો હતો. આ એપમાં તેઓ એક બુક વાંચી તેની સમરી આપતા હોય છે. જે લોકોને ખુબ જ પ્રિય છે. આ વિષયમાં વધુ જણાવતા તેઓએ કહ્યું હતું કે, તેમને સહેજ પણ ખબર નહોતી કે તેમની એપ લોકોમાં આટલી હદે પ્રચલિત થઈ જશે. જેથી તેમના દ્વારા એપમાં લોંચ કરવામાં આવી હતી.

  • પ્રશ્ર્ન: બુકલેટ એપમાં લોકોનો કેવો પ્રતિભાવ મળ્યો છે?

જવાબ:૨ લાખ કરતા વધુ લોકો બુકલેટ એપ સાથે જોડાયેલા છે અને તેઓ પ્રતિક્ષા કરતા હોય છે કે હવે સમરી કયારે આવશે જે ખૂબ જ સારી વાત કરી શકાય.

  • પ્રશ્ર્ન: સ્ટોરી ટેલર તરીકે આપ જે કપરી ભૂમિકા ભજવો છો, શું કહેશો?

જવાબ:સ્ટોરી ટેલીંગ એક કળા છે. જે બધામાં નથી હોતી, પરંતુ જયારે તેઓ સ્ટોરી ટેલીંગ કરતા હોય છે ત્યારે તેઓ ખૂબ જ એન્જોય કરે છે. ઘણા લોકો ઈ-મેઈલથી તેમની પ્રશંસા કરતા હોય છે. તેઓએ એક પ્રસંગને વાગોળતા કહ્યું હતું કે,એક સ્ત્રીનો ફોન તેમને આવ્યો હતો અને તેઓ તેમના અવાજની ખુબ જ પ્રશંસા કરતા હતા. તે સમયે તેઓએ કહ્યું કે આપ સાંભળો છો સ્ટોરી. તે સારી વાત છે પરંતુ કોઈવાર વાંચો સ્ટોરીને, તે સમયે તે સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે, તેઓ અંધ છે. આથી જાણી શકાઈ કે લોકોને તેમના અવાજ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. જે એક અલૌકિક વાત છે. તેઓએ કહ્યું કે ૧૦ લાખ લીટરેટ ગ્રેજયુએટ અંધ લોકો છે ભારતમાં.

  • પ્રશ્ર્ન: સ્ટોરી ટેલીંગ શું કારણે પસંદ કરવામાં આવ્યું?

જવાબ:આના જવાબમાં અમૃત દેશમુખે કહ્યું કે તેઓ એક સમયે શિક્ષક હતા અને તેઓ સીએના વિદ્યાર્થીઓને ભણાવતા હતા. મુખ્ય કારણ સ્ટોરી ટેલર થવા પાછળનું એ છે કે, સારા અને સરળ શબ્દોમાં લોકોને કંઈ રીતે સમજાવવા જેથી તે સમજી જાય કારણકે, સ્ટોરી ટેલીંગ એક આર્ટ છે, જે લોકોને સમજાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે.

  • પ્રશ્ર્ન: સ્ટોરી ટેલીંગ કયારથી શ‚ કરવામાં આવી?

જવાબ:ઓગસ્ટ ૨૦૧૫માં જયારે ભારત દેશમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ ગુજરી ગયા ત્યારે ૧૦ થી ૧૫ લોકોને સાથે રાખી તેમના દ્વારા અબ્દુલ કલામની પુસ્તક ‘વીંગસ ઓફ ફીર’ની સ્મરી વોટસએપ ઉપર પોસ્ટ કરી, જેથી ૧૦૦૦થી પણ વધારે અજાણ લોકોની રીકવેસ્ટ આવી જે સીધા એમને ન હોતા વાંચતા. સર્વે પ્રમાણે એવી વાત સામે આવી કે, વાંચકો વાંચતા જાય છે પરંતુ સાચી રીતે કોઈ પૂર્ણ‚પથી નથી વાંચતા જેથી તેમને માઈક્રો ફોનનો સહારો લઈ પુસ્તકની સમરી તેમના અવાજમાં આપવાની શ‚ કરી. જેનો લોકોને સારો પ્રતિસાદ મળ્યો.

  • પ્રશ્ર્ન: સમરી આપો છો આપ પુસ્તકની, પરંતુ આપ કદી પુસ્તક લખશો?

જવાબ:હજી હું ઘણો નાનો છું. પુસ્તક લખવા માટે, હા જ‚રથી પુસ્તક લખીશ, તે પૂર્વે હું સમગ્ર જ્ઞાન એકત્રિત કરી, તેમનું વિશ્લેષણ કરી પુસ્તક લખીશ. લાઈફમાં અપશ એન્ડ ડાઉન, ઘણી વખત નાશીપાસ પણ થયો છે. આ તમામ બાબતનો નિચોર જયારે પુસ્તક લખીશ ત્યારે એમાં આપીશ અને મારો ધ્યેય છે કે સોશિયલ એન્ટરટેઈનમેન્ટને હું જાગૃત કરવામાં માંગુ છું જે સમાજમાં સાચી કેળવણી કરે છે.

  • પ્રશ્ર્ન: અમૃત દેશમુખ ખરા અર્થમાં કોણ છે?

જવાબ:અમૃત દેશમુખ એક એવા વ્યકિત છે જે બુકોહોલીક, બુકલવેર છે. જેને પુસ્તકો વાંચવા ખુબ જ ગમે છે. આખો દિવસ પુસ્તકો વાંચવામાં વયો જાતો હોય છે. બીજી વાત એ કે જ્ઞાન એકત્રિત કરવાના બે રસ્તા છે. પહેલા તો જે કોઈ વ્યકિત જે તે વ્યકિતને મળે, વાત કરે અને જ્ઞાન મેળવે, જયારે બીજો વિકલ્પ એ છે કે કોઈ વ્યકિતના નામે લખાયેલી પુસ્તકને વાંચે. આ કારણને લીધે બીજો વિકલ્પ અતિ ઉતમ છે. કારણકે દરરોજ વિવિધ વ્યકિતઓને મળવું શકય નથી. હા એ વાત સાચી છે કે લોકોને મળવું અને પુસ્તકો વાંચવા તે એક સમાન જ છે.

  • 13490003પ્રશ્ર્ન: અમૃત દેશમુખનું બાળપણ કેવું હતું?

જવાબ:મા‚ બાળપણ બીજા બાળકો કરતા ઘણુ અલગ હતું. કારણકે તેમના કુટુંબમાં તેમનો જન્મ ખૂબ જ મોડો થયો હતો. જેથી તેમના માતા-પિતા તેમના દાદા-દાદી જેવા લાગતા હતા. આ વાતને વાગોળતા તેમને કહ્યું હતું કે, તેમના ઘડતરમાં તેમના ભાઈ-બહેનનો ખૂબ જ મોટો સિંહ ફાળો હતો. એમને પ્રેરિત કર્યા હતા કે અમૃત દેશમુખ કયાંક અલગ કરે. તેમને ભીડ અને લોકો વચ્ચે રહેવું સહેજ પણ પસંદ નહોતું.

  • પ્રશ્ર્ન: આપની આંખે સાચો વાંચક કોણ?

જવાબ:કેટલું વાંચવું તે વાત નથી પરંતુ વાંચીને કેટલું અમલ કરવામાં આવે છે તે અનિવાર્ય છે. આગળ જણાવતા તેમને કહ્યું કે, આપની પાસે જે છે તેમાંથી આપ કેટલું કરી શકો છો તે મહત્વનું છે. જેનાથી અત્યારે લોકો વિસરી રહ્યા છે. કોઈ પણ પુસ્તકમાંથી જે કોઈ વ્યકિત એક વસ્તુ પણ શિખેને તો પણ તે ખુબ જ સારી વાત કહેવાય અને જે બુકથી આપ કાંઈક શિખ્યા હોય, તો તેને બીજાને તરત આપવી જોઈએ. જેથી તેમનો પણ વિકાસ થાય પુસ્તકોને સારી રીતે સાચવી અને કબાટમાં રાખવાનો કોઈ ફાયદો નથી તે પુસ્તક સાથે અન્યાય થયો તેનું થાય છે.

  • પ્રશ્ર્ન: આપનું મિશન છે ‘મેક ઈન્ડિયા રીડ’ આ મિશન વિશે શું કહેશો?

જવાબ:મુંબઈથી આ મિશન શ‚ કરવામાં આવ્યું હતું. જે ગુજરાતમાં પણ અતિ પ્રચલિત થઈ ચૂકયું છે. સાઉથ ઈન્ડિયન લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં સારો પ્રતિસાદ અભિયાનને આપી રહ્યા છે. એનઆરઆઈ પણ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે. એપ ડાઉનલોડ કરી જે એક પ્રશંસનીય બાબત કહી શકાય. લોકોમાં એક એવી ભાવના હોય છે કે બુધવારે શું નવું આવી રહ્યું છે.

  • પ્રશ્ર્ન: પુસ્તક વાંચનને લઈ ગુજરાતની જનતા કેવી છે?

જવાબ:આ પ્રશ્ર્ને તેઓએ કહ્યું કે બીજા રાજયો કરતા ગુજરાતની જનતા અલગ છે. રિસ્ક ટેકર છે, નામાંકિત અને ઉચ્ચ સ્તરીય લોકો ગુજરાતથી જ આવ્યા છે તેમનામાં વાંચન પ્રત્યે ખૂબ જ સજાગતા છે જે એક સારી નિશાની છે. ભારત દેશમાં ગુજરાત રાજય જ એવું રાજય છે જયાં વાંચન ખૂબ જ વધુ છે.

  • પ્રશ્ર્ન: ફયુચર પ્લાન શું છે, રીડીંગ એપને લઈને?

જવાબ:‘બુકલેટ’ નામની એપમાં હજી આવનારા દિવસોમાં ઘણા સુધારા આવશે. તમામ નામાંકિત ભાષાઓમાં તે પ્રકાશિત પણ થશે. કારણકે લોકોને તેમની ભાષામાં વાંચવુ ખુબ જ ગમે છે, આગળ એક દાખલો દેતા તેમને કહ્યું કે, ભારત દેશના પ્રધાનમંત્રી હિન્દી બોલવામાં માને છે. આના કારણે એક વાત સ્પષ્ટ એ થાય છે કે લોકોને પોતાની માતૃભાષામાં સાંભળવું ખૂબ જ પસંદ છે.

  • પ્રશ્ર્ન: આપના આઈડલ કોણ છે?

જવાબ:આ પ્રશ્ર્નના જવાબ આપતા તેમને કહ્યું હતું કે, તેમને આઈડલ, સ્વામી વિવેકાનંદ, ડો.એ.પી.જે.અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી, સ્વીવ જોબ્સ, ટી.ટી. રંગરાજન છે. જેમની પાસેથી અનેક એવા સારા વિચારો મળતા હોય છે. જેથી તેમની જિંદગીમાં ઘણા સુધારા થયા છે.

  • પ્રશ્ર્ન: આપ આજના યુવકોને શું સંદેશ આપવા માંગો છો?

જવાબ:વાંચવું કદી હોબી નથી હોતી, તે એક રોજ-બરોજની ક્રિયા છે. જેથી ૨૪ કલાકમાંથી ૩૦ મીનીટ જેટલા સમય પુસ્તક વાંચનમાં આપવો જોઈએ જેથી જે-તે વ્યકિતના વિકાસમાં એક સારો ઉછાળો જોવા મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.