શ્રી રામજી અમરશી મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મેગા થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોલેજની ૧૦૧ વિદ્યાર્થનીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા – લીલીયા ના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા અને જયંતીભાઈ વાટલિયા તેમજ કાણકિયા કોલેજના ઈનચાર્જ પ્રિન્સિપાલ શ્રી રવિયા સાહેબ તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખશ્રી ડૉ વડેરા સાહેબ અને મેહુલભાઈ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈનચાર્જ પ્રિન્સિપાલશ્રી ચાવડા સાહેબ તથા એન. એન.એસ.વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ રુકસાનાબેન કુરેશી, કેમ્પસ કો ઓર્ડીનેટરશ્રી પટેલ સાહેબ અને આર.કે.કુરેશી સાહેબ તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.