ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા સોમવારે માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ (MRS) સેમેસ્ટર ૨ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જે ૬૦.૮૭ ટકા રહ્યું હતું.
આ પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુન:મૂલ્યાંકન કરાવવા ઈચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં આપેલ લીંક http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઈન અરજી કરી શકશે. યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીના જણાવ્યા મુજબ હજુ પણ બાકી રહેલા તમામ પરિણામો વહેલી તકે આપી દેવાશે અને તે માટે વિષય નિષ્ણાતો દ્વારા પેપરના તટસ્થ મૂલ્યાંકનની કામગીરી સતત ચાલી રહી છે.
યુનિ.ની છઠ્ઠા દિવસની પરીક્ષામાં ૨ કોપી કેસ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષામાં ગઈકાલે છઠ્ઠા દિવસે ઇકોનોમિકસ તથા મેનેજમેન્ટ એકાઉન્ટસ વિષયમાં કુલ ૨ કોપી કેસ કરવામાં આવ્યા હતા. જેમાં કેશોદ ખાતે ૧ તથા માળિયા હાટીના ખાતે ૧ કોપી કેસ થયા હતા. આજની પરીક્ષામાં બન્ને સેશનમાં કુલ ૧૩૯૧૪ પરીક્ષાર્થીઓમાંથી ૩૬૮ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.