ગ્રાહકો હવે માત્ર રૂ.૧૩૦માં ૧૦૦ એચડી ચેનલો નિહાળી શકશે

કેબલ અને ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) સેવાઓમાં પારદર્શકતા લાવવા ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ (ટ્રાય) ડીસ્ટ્રીબ્યુટર્સને નવા નિર્દેશો આપ્યા છે. જેમાં હવે તમામ ગ્રાહકો ચેનલની એમઆરપી જાણી શકશે. આ ઉપરાંત ગ્રાહકો રૂ.૧૩૦માં દર મહિને ૧૦૦ સ્ટાન્ડર્ડ ડેફિનિશન (એસડી) ચેનલ જોઇ શકશે.

ટ્રાયે તેના નિર્દેશોમાં જણાવ્યું કે, ડીસ્ટ્રીબ્યુટર્સે તેમની વેબસાઇટ પર કન્ઝયુમર કોર્નર બનાવવુ પડશે જેમાં ગ્રાહકોને તમામ સેવાની સંપૂર્ણ જાણકારી મળી રહેશે. આ પગલાઓ સરકાર દ્વારા ડીટુએચ સેવાઓના પારદર્શકતા લાવવા માટે ભરવામાં આવ્યા છે. ગ્રાહકો દર મહિને ટીવી ચેનલોના ડીસ્ટ્રીબ્યુટર્સને રૂ.૧૩૦ ચુકવીને ૧૦૦ એસડી ચેનલો જોઇ શકશે તેમજ નિ:શુલ્ક ચેનલો જોવા માટે ગ્રાહકોએ આ નેટવર્ક કેપીસીટી ઉપરાંત અન્ય કોઇ ચાર્જ ચુકવવો પડશે નહી. ટ્રાયે અહેવાલમાં એ પણ જણાવ્યું છે કે, શ‚આતમાં ૧૦૦ ચેનલોની ક્ષમતા બાદ ગ્રાહકો રપ એસડી ચેનલોનો એક સ્લેબ પણ પસંદ કરી શકે છે. આ માટે તેમણે ટેક્સ ઉપરાંત દર સ્લેબ માટે ર૦ રૂપિયા ચુકવવા પડશે. ગ્રાહકોએ પે ચેનલો અથવા પે ચેનલોના ગ્રુપ માટે એનસીએફ અને ચાર્જ ચુકવવો પડશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ૯૦૦ એમએસઓ અને ૬૦,૦૦૦ કેબલ ઓપરેટરો છે. રેગ્યુલેટર અનુસાર આ નેટવર્ક ક્ષમતા ચાર્જ (એનસીએફ) ઉપરાંત ડીટુએચ ચેનલ અથવા ફ્રીટુએર ચેનલોનું ગ્રુપ દસબસ્ક્રાઇબ કરવા પર ગ્રાહક પાસેથી કોઇ અન્ય ચાર્જ વસુલવામાં આવશે નહીં

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.