• અબતકની મુલાકાતમાં ગોકુલ હોસ્પિટલના ડો.તેજસ કરમટા, ડો.કાર્તિક ગોહિલ, ઉર્મેશભાઈએ આધુનિક એમઆરઆઈ મશીનની આપી વિગતો

સૌરાષ્ટ્રના,GokulHospital ,AITechnology ,MRIMashion ,Rajkot ,Gujarat પાટનગર ઔદ્યોગિક રાજધાની શિક્ષણ નગરી ની સાથે સાથે મેડિકલ હબની ઉપમા ધરાવતા રાજકોટ માં સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સારવાર અને પ્રજાલક્ષી અભિગમ ધરાવતી ગોકુલ હોસ્પિટલ માં આધુનિક ટેકનોલોજી સભર એમઆરઆઇ મશીન ની સેવાનો ઉમેરો થયો છે .

અબ તકની મુલાકાતે આવેલા ગોકુલ હોસ્પિટલના ડો, તેજસભાઈ કરમટા, ડો કાર્તિકભાઇ ગોહિલ અને ઊર્મિશભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે શહેરના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં 26 /3 રોજ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા આધુનિક ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ફીચર્સ અને 1.5 ટેસ્લા ની ક્ષમતા ધરાવતા આધુનિક એમઆરઆઇ મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગોકુલ હોસ્પિટલના સ્થાપક ડોક્ટર પ્રકાશ મોઢા એ હંમેશા ગોકુલ હોસ્પિટલ ને માનવ સેવાના મંદિર તરીકે સંચાલન કર્યું છે. અને સેવા ભાવથી ચાલતી હોસ્પિટલમાં જ્યારે જ્યારે ગરીબ દર્દીઓ ને મધ્યમ વર્ગના જરૂરીયાત મંદોને સારવાર દરમિયાન નાણાની મુશ્કેલી સર્જાય છે ત્યારે મેનેજમેટે  તબીબી સેવામાં કમાઈ લેવાનું અભિગમ રાખ્યો નથી, અને કોઈ દર્દીઓને પૈસાના અભાવે સારવારમાં જરા પણ કચાશ ન રહે તેની તાકીદ રાખી છે.

ગોકુલ હોસ્પિટલની રેડિયોલોજી ટીમ ના અનુભવ સાથે હવે આધુનિક ટેકનોલોજી નો સમન્વય થશે રેડિયોલોજી ટીમના ડોક્ટર કાર્તિક ભાઈ ગોહિલ ,ડો, પાર્થ ભાઈ પટેલ ડો, ભાવિકભાઈ પરમાર ઇન્ટરનેશનલ રેડિયોલોજિસ્ટ ડો, કૃષ્ણદાસ રાદડિયા ની ટીમ રાઉન્ડ ધ ક્લોક દર્દી ભગવાનની દેવામાં કાર્યરત છે

ગોકુલ હોસ્પિટલમાં સેવારત ડો, કાર્તિકભાઈ ગોહિલ 70 હજારથી વધારે એમ આર આઈ રિપોર્ટિંગનો અનુભવ ધરાવે છે. ગોકુલ હોસ્પિટલમાં 24 કલાક ની આરોગ્ય સેવામાં હવે આધુનિક ટેકનોલોજી સભર એમઆરઆઇ ની સેવાનો ઉમેરો થયો છે.

ઇમરજન્સી અકસ્માત ના કેસમાં આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. ગોકુલ હોસ્પિટલમાં અકસ્માતથી થતી ઈજામાં સરકારી સહાય યોજના, પીએમ જેવાય યોજના હેઠળની સારવાર પણ ઉપલબ્ધ છે .

26 માર્ચ ના રોજ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા 1.5 ટેસલા ની ક્ષમતા ધરાવતા આધુનિક એમઆરઆઇ મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે સાંસદ રામભાઈ મોકરીયા, પુરુષોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઊર્મિશભાઈ વૈષ્ણવ એ જણાવ્યું હતું કે ગોકુલ હોસ્પિટલની આધુનિક એમઆરઆઇ સેવા થી હવે દર્દીઓને મુંબઈ અમદાવાદ કે દિલ્હી જેવા મોટા કેન્દ્રો જેવી તપાસની સંપૂર્ણ સુવિધા રાજકોટમાં ઉપલબ્ધ થશે.

ગોકુલ હોસ્પિટલના અત્યાધુનિક એમ.આર.આઈ. મશીનના રૂપમાં રાજકોટમાં લેટેસ્ટ ટેકનોલોજીની સારવાર ઉપલબ્ધ: ડો.તેજસ કરમટા

રાજકોટના વિદ્યાનગર મેન રોડ પર ગોકુલ હોસ્પિટલમાં સિમેન્સ સેમપરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી સાથે ના એમ આર આઈ મશીન ની સુવિધા ના રૂપમાં શહેરમાં અધ્યતન ટેકનોલોજી ની વ્યવસ્થા ઉપલબ્ધ બની છે તેમ  ડોક્ટર તેજસભાઈ કરમટા એ જણાવ્યું હતું કે ક્રિટિકલ કેરની આધુનિક સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ બની છે.  અગાઉ મુંબઈ કે મોટા સેન્ટરમાં ઉપલબ્ધ સેવા હવે રાજકોટમાં ઉપલબ્ધ થશે કરોડો રૂપિયાની મશીનરી ની સેવા 4000 થી 8000 ની રેન્જમાં ઉપલબ્ધ થશે ગોકુલ હોસ્પિટલ ના ડોક્ટર પ્રકાશભાઈ મોઢા ના માનવતા વાદી અભિગમ સાથે આ સુવિધામાં ગરીબ જરૂરિયાત મંદોને ઘર આંગણે સારી સુવિધા ઉપલબ્ધ થશે ગોકુલ હોસ્પિટલની સુવિધા અત્યારે રાજકોટમાં લેટેસ્ટ ટેકનોલોજી ની સારવાર ની ઉપલબ્ધિ બની રહેશે ગોકુલ હોસ્પિટલ દુ:ખી થઈને આવે તેને સુખી થઈને પાછા મોકલવા માટે ખરા અર્થમાં નિમિત બની રહી છે

ગોકુલ હોસ્પિટલનું નવું એમ.આર.આઇ. મશીન દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ: ડો.કાર્તિક ગોહિલ

રાજકોટ સૌરાષ્ટ્રનું મેડિકલ હબ બની રહ્યું છે ત્યારે ગોકુલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક એમઆરઆઇ મશીન માં એઆઈ  વર્જન સાથે સાથે વિશાલ ડાયામીટર રેન્જ ના કારણે મેદસ્વી વ્યક્તિ ની પણ એમ આર આઈ તપાસ થઈ શકશે તેમ જણાવી ડોક્ટર કાર્તિકભાઈ ગોહિલે કહ્યું હતું કે, આ મશીનમાં નોઇસ લેસ સિસ્ટમ ના કારણે દર્દીને જરા પણ મુશ્કેલી નહીં થાય ગોકુલ હોસ્પિટલમાં એમ આર આઈ ની આધુનિક ટેકનોલોજી દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે.

ગોકુલ હોસ્પિટલની આધુનિક એમઆરઆઇ સુવિધાથી દર્દીઓને મુંબઈ દિલ્હી જેવી સવલતો ઘર આંગણે ઉપલબ્ધ થશે: ઉર્મિશ વૈષ્ણવ

ગોકુલ હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સભર એમઆરઆઇ મશીનની સેવા અંગે ઊર્મિશભાઈ વૈષ્ણવ જણાવ્યું હતું રાજકોટ સૌરાષ્ટ્રનું મેડિકલ હબ બની રહ્યું છે, ત્યારે કોઈપણ ક્રિટિકલ પરિસ્થિતિમાં સંપૂર્ણ સુવિધા અને સાધન સામગ્રી આવશ્યક બની છે ,ગોકુલ હોસ્પિટલ માં આધુનિક એમ આર આઈ મશીન માં ટેકનોલોજી સાથે ઇમેજ કંપનીનું 1.5 ડાયામીટર અને 96 ચેનલ ની લેટેસ્ટ ટેકનોલોજી ના મશીનના કારણે રાજકોટ સર્જીકલ અને મેડિકલ મેનેજમેન્ટ ની આધુનિક લેટેસ્ટ ટેકનોલોજી નું કેન્દ્ર બન્યું છે. ગોકુલ હોસ્પિટલ ની આ સુવિધા ના કારણે કોઈ પણ ક્રિટિકલ પરિસ્થિતિમાં દર્દીઓને મુંબઈ દિલ્હી કે મોટા સેન્ટરમાં જવાની જરૂર નહીં પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.