ધોરાજી તાલુકા નાં મોટીવાવડી ગામે ૬૬ કેવી.સબ. સ્ટેશન નું લોકાર્પણ ગુજરાત ના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ના હસ્તે થયું હતું. તેમજ ઉપલેટા તાલુકાના ઢાક ગામે સ્કાય યોજના હેઠળ આવરી લેવાયેલ ફીડર ના ખેડૂતો તથા સબંધિત અધિકારીઓ સાથે મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે પરિસંવાદ કર્યો હતો.
આ પ્રસગે મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે સ્કાય (સૂર્ય શક્તિ) કિસાન યોજના એ ખેડૂતો ના લાભ માટે દેશ માં પ્રથમ વાર અમલી બનાવાશે. યોજના હેઠળ ખેડૂતો પોતે પોતાના ખેતર માં વીજળી નુ ઉત્પાદન કરી જરૂરીયાત પ્રમાણે વાપરે છે. અને બચત વીજળી વેચી ને આર્થિક ઉપાર્જન મેળવે છે. પાયલોટ પ્રોજેકટ તરીકે ઉપલેટા તાલુકા મા આ યોજના મુકાશે. સૂર્ય શક્તિ દ્વારા ખેડૂતો પોતે પોતાના ખેતર માં વીજળી નો લાભ લઈ શકશે.
આ યોજના માં ખેતર માં સોલાર પેનલ નાખવી પડે જેમાં ૬૦ ટકા સબસિડી રાજ્ય અને કેન્દ્ર સરકાર આપશે.૫ ટકા રકમ ખેડૂતો એ ભરવાના રહેશે બાકીના ૩૫ ટકા રકમ ની ૭ વર્ષ ની લોન ખેડૂતો ને ૪ થી ૫ ટકા માં સરકાર દ્વારા નાબાર્ડ ના માધ્યમ થી આપવામાં આવશે તેમ મંત્રી શ્રી એ કહ્યુ હતુ.
મંત્રી શ્રી એ વધુ મા કહ્યું હતું કે ગુજરાત માં રૂ.૮૭૦ કરોડ ના ખર્ચે ૧૩૭ ફીડર માંથી ૧૭૫ મેગા વોટ વીજળી ઉત્પાદન કરશે. મોટી વાવડી ગામે રૂ ૪૯૧ લાખ ના ખર્ચે બનેલા સબ સ્ટેશન થી ૧૫ જેટલા ગામડા ઓમાં ગુણવત્તા યુકત વિજ પુરવઠો પ્રાપ્ત થશે.તેમ જણાવેલ અને મોટીવાવડી ના પ્રજાજનો ને સ્કાય યોજના ની વિગતો આપેલ.
આ પ્રસંગે મોટીવાવડી માં માજી સાંસદ શ્રી હરિભાઈ પટેલ . માજી મંત્રી શ્રીચીમનભાઈ સાપરિયા . પ્રશાંત ભાઈ કોરાટ. માજી ધારસભ્ય શ્રી પ્રવીણ ભાઈ માકડિયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ પ્રસંગે ઇન્દ્ર વિજય સિંહ ચુડાસમા .ડે. કલેટરશ્રી તુષાર જોષી. તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. ડી.. ચીફ ઈજનેર શ્રી ગાંધી. ચીફ ઈજનેર એન. પી. મહેશ્વરી..બી.એમ ત્રિવેદી .શ્રી કે.જી.દફતરી.સરપંચ શ્રી બદ્રુરુભાઈ.. ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન આર. સી.ભૂત દ્વારા કરાયું. સ્વાગત પ્રવચન શ્રી ચીફ એન્જિનિયર એમ. ડી. ધામેલિય એ આભાર વિધિ શ્રી એસ. વી. બલદેવ. અઘિક્ષક ઈજનેર દ્વારા કરવામાં આવેલ.