ભારતીય બેન્કોને અબજો રૂપિયાનો ચુનો લગાડી ફરાર થઈ ગયેલો નિરવ મોદીને લંડનમાં લીલા લહેર
ભારતનો અબજોપતિ ભાગેડુ હિરાના વેપારી નિરવ મોદી લંડનના વેસ્ટલેન્ડમાં અબજોની હિંમતમાં બંગલામાં રહે છે અને ત્યાં હિરાનો નવો ધંધો પણ શરૂ કરી દીધો હોવાનું ટેલીગ્રાફમાં અહેવાલમાં જણાવાયું છે. જેમાં જણાવાયું છે કે, ભારતના વોન્ટેડ હિરા દલાલ વેપારી નિરવ મોદી વેસ્ટલેન્ડમાં આઠ મિલિયન અમેરિકન ડોલરમાં ખરીદેલા ત્રણ બેડ‚મવાળો વૈભવી ફલેટ ખરીદીને રહેતો હોવાનું બહાર આવ્યું છે.
ભારતના વોન્ટેડ હિરાના વેપારી નિરવ મોદી લંડનના વેસ્ટલેન્ડમાં રહે છે અને હિરાનો નવો ધંધો પણ શરૂ કરી દીધો હોવાનું બહાર આવ્યું છે. બ્રિટનના માતબર અખબાર યુ.કે. ડેલીટેલીગ્રાફમાં વિડીયો અને ઈન્ટરવ્યુ પ્રસિઘ્ધ કરીને દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ૧.૫ બિલિયન અમેરિકન ડોલરનો ફ્રોડ આરોપી તરીકે વોન્ટેડ નિરવ મોદી લંડનમાં છુટથી બિન્દાસ્ત રહે છે. નિરવ મોદી અંગે જારી કરવામાં આવેલ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે ૪૮ વર્ષના નિરવ મોદી સામે ભારતે ઈન્ટરપોલ રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરીને શરણાગતિની તાકીદ કરી છે તે મોદી લંડનના ઓફફોડ સ્ટ્રીટમાં નવો વૈભવી ફલેટમાં રહે છે અને તેણે હિરાનો નવો ધંધો શરૂ કરી દીધો છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ નિરવ મોદી લંડનમાં હોવાની પુષ્ટિ આપતા વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતે જેને ભાગેડુ જાહેર કરી દીધો છે તેવો ૪૮ વર્ષનો ધારી નિરવ મોદી પ્લાસ્ટિક સર્જરીની મદદથી તેનો હુલ્યો બદલીને લંડનમાં રહે છે પરંતુ ડેલીટેલીગ્રાફમાં એપાર્ટમેન્ટના એક અડધા માળમાં ફેલાયેલા ત્રણ બેડરૂમવાળા સ્કાય સ્કેપર ફલેટમાં ૧૭ હજાર ડોલરના માસિક ભાડે રાખવામાં આવેલા વૈભવી ફલેટમાં ભારતનો ભાગેડુ મહાલતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નિરવ મોદી તેના રહેણાંક મકાનથી થોડા જ અંતરે આવેલા બિઝનેશ સેન્ટરમાં પોતાનો હિરાનો નવો કારોબાર પણ શરૂ કરી ચુકયો છે. નિરવ મોદીએ પોતાના નવા ધંધામાં કંપની હાઉસમાં રજીસ્ટ્રેશન મેળવીને હિરાનો જથ્થાબંધ અને ઘડિયાળ અને ઘરેણાના રિટેલ કારોબાર શરૂ કરી દીધો હોવાનો દાવો કરવામા આવ્યો છે.
યુકે ટેલીગ્રાફમાં લખવામાં આવ્યું છે કે, નિરવ મોદી આશ્ચર્યજનક રીતે લંડનમાં છુટથી રહે છે તે દરરોજ સવારે તેના પાલતુ શ્વાન સાથે ઓફિસથી ઘર વચ્ચે ટહેલતો દેખાય છે. સોહોમાં તેના ઘરથી થોડેક દુર આવેલી ઓફિસમાં તે હવે નવો ધંધો પણ શરૂ કરી ચુકયો છે. વેસ્ટ લંડનમાં ધનિક વિદેશી ઉધોગપતિઓની જારી કરાયેલી યાદીમાં નિરવ મોદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિટનમાં વ્યવસાય માટે જરૂરી નેશનલ ઈન્શયુરન્સ નંબર મેળવી લેનાર નિરવ મોદી સામે હવે ઈન્ટરપોલની રેડકોર્નર નોટીસની કાર્યવાહી હવે બેચરલ બની જશે. લંડનમાં ધંધો કરવા માટે જરૂરી નેશનલ ઈન્શ્યુરન્સ નંબર મેળવી લેનાર નિરવ મોદી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ભારતની માંગ સામે નેશનલ ઈન્શ્યુરન્સ નંબર ધરાવનાર નિરવ મોદીનો મામલો હવે લંડનના ગૃહસચિવના હાથમાં હોવાનું જાણવા મળ્યું છે.
ભારતે નિરવ સામે કાર્યવાહી કરવાની માંગ વિચારણામાં હોવાનું ગૃહ વિભાગના સાજીદ જાવિદે જણાવ્યું હતું. નિરવ મોદી સામે પંજાબ નેશનલ બેંકમાંથી કાગળ ઉપર ઉભી કરવામાં આવેલી કંપનીના ખોટા દસ્તાવેજો ઉભા કરી ૬૪૯૮ કરોડ રૂપિયાની લોન લઈને દેશ મુકીને ભાગી ગયાનો કેસ છે. ડેઈલી ટેલીગ્રાફે જારી કરેલા વિડીયોમાં લંડનના સોહોમાં નવો ધંધો શરૂ કરી ચુકેલા નિરવ આ મુદ્દે કંઈ પણ કહેવા ઈન્કાર કરતો દર્શાવાયો છે. જયારે રિપોર્ટરે પુછયું કે, તમારી પાસે ઘણા બધા લોકોના ઘણા બધા દેશ સાથે કે બધા લોકો જાણવા માંગે છે કે તમે કયાં છો તેના જવાબમાં નિરવ મોદીએ કહ્યું હતું કે, સોરી નો કોમેન્ટ.
વિડીયોમાં ૧૦ હજાર અમેરિકન ડોલરના બ્લેક ઓસટ્રિય જેકેટ, બ્લેક ટાઉઝર અને વ્હાઈટ શર્ટ, કાળા સાઈનીંગવાળા અને દાઢી ધરાવતા સ્માર્ટ લાગતા નિરવ મોદી લંડનમાં રઈશ જીંદગી જીવતો દેખાય છે. ભારતના પૂર્વ હાઈ કમિશનર વાઈ.કે.સિંહાએ સપ્ટેમ્બર ૨૦૧૮માં જાવિદ સાથે નિરવ મોદી કેસ માટે બેઠક કરી હતી પરંતુ તેમાં સફળ થયા ન હતા. તેમણે જણાવ્યું હતું કે, નિરવ મોદી મુદ્દે યુ.કે.સતાવાળાઓ સાથે ઘણીવાર મીટીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી. પંજાબ નેશનલ બેંકનો કરોડો રૂપિયામાં નવડાવી રફુચકકર થઈ ગયેલા નિરવ મોદીનો અત્યાર સુધી કોઈ અતો પતો ન હતો પરંતુ તે હવે લંડનમાં સ્થાયી થઈ ગયો હોવાનું અને તેણે સોહોમાં ઈંગ્લેન્ડ સરકાર પાસેથી હિરા-જવેરાતનો વેપાર કરવાનું લાયસન્સ પણ મેળવીને ધંધો પણ શરૂ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
ભારતનાં મોસ્ટ વોન્ટેડ આર્થિક ગુનેગારોની યાદીમાં ટોચના સ્થાને રહેલા નિરવ મોદી સાથે ઈસ્યુ કરવામાં આવેલી રેડ કોર્નર અત્યાર સુધી તેના કોઈ અન્યથા ન હોવાને કારણે બજવણી વગર જ પેન્ડિંગ પડી રહી છે. હવે ઈંગ્લેન્ડની જ માતબર મિડિયા જય ડેલી ટેલીગ્રાફમાં નિરવ મોદી લંડનમાં વેસ્ટલેન્ડમાં રહે છે અને તેનો નવો બિઝનેશ શરૂ કર્યો હોવાનું પર્દાફાશ કરી દેતા ભારત સરકાર માટે નિરવ મોદી પર સંકજો કસવાનો માર્ગ મોકળો થયો છે.