કંપની દરરોજ પોતાના ૧૨૦૦૦થી વધુ ગ્રાહકોને ડોકયુમેન્ટ કે પાર્સલ બુક થવાના કન્ફર્મેશન મેસેજ સાથે કોરોનામાં તકેદારી રાખવા અનુરોધ કરે છે
સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારી આંતક મચાવી રહી છે. ત્યારે દેશભરમાં કારોબાર ધરાવતી અમદાવાદ સ્થિત જાણીતી કુરયિર કંપની શ્રી નંદન કુરિયર લ. આ પ્રાણઘાતક રોગ અને જાગૃતિ ફેલાવવા અનોખો અભિગમ અપનાવ્યો છે. કંપની પોતાના ગ્રાહકોને ડોકયુમેન્ટ કે પાર્સલ બુક થયાના કન્ફર્મેશન આપવા જે એસએનએસ મોકલે છે તેની સાથેના સંદેશામાં કોવિડ-૧૯ અંગે તકેદારી રાખવા અનુરોધ કરે છે. કંપની રોજના હજારો ગ્રાહકોને સેવા આપતી હોવાથી આ સંદેશો વધુને વધુ લોકો સુધી પહોંચે છે.
આ પહેલ અંગે કંપનીનો હેતુ એ છે કે સામાજિક દાયિત્વ નિભાવવાના પ્રયત્ન સ્વરૂપે કંપની દ્વારા આ પહેલ કરવામાં આવી છે. ક્નસાઇમેન્ટ બુક થયા ના કન્ફર્મેશન એસએમએસ અંગેના પગલાં ગંભીરતાથી લેવા તેમજ સરકારના નિર્દેશ મુજબની સલામતી રાખવા માટે અનુરોધ પણ કરે છે.
કંપનીનું આ પગલું ખૂબ જ નાનું છે પરંતુ તે રોજ હજારો ગ્રાહકો તથા તેના દ્વારા અન્ય લોકો સુધી આ સંદેશો લઇ જવાની ક્ષમતા ધરાવે છે. આથી કંપનીને આશા છે કે આ પહેલના કારણે કોવિડ-૧૯ અંગે જાગૃતિ ફેલાવવા નોંધપાત્ર મદદ કરશે. આ રોગ ભારતભરમાં હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર રહ્યો છે. ત્યારે કંપનીની આ પહેલ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નંદન કુરિયર લી.ની સ્થાપના જૂન ૨૦૧૩માં કરવામાં આવી હતી અને માત્ર સાત વર્ષના સમયગાળામાં કુરિયર ક્ષેત્રે એક અગ્રગણ્ય કંપની તરીકે ઉભરી આવી છે. શરૂઆતમાં ગુજરાતમાં અમુક શાખાઓથી શરૂકરી અત્યારે દેશભરના ૨૧ રાજયોમાં ૭૫૦ થી વધુ શાખાઓ તેમજ ૧૨૦૦૦ થી વધુ ડિલીવરી સેન્ટર ધરાવતી કંપની બની છે. આ કંપનીએ પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી દેશની સૌથી વિકાસ પામતી કંપની તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ છે.