• મગફળીનો ભાવ રૂ. 1051 અને કપાસનો ભાવ રૂ 1614  બોલાયા

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવા કપાસ અને નવી મગફળીની આવકના શ્રી ગણેશ થયા છે. યાર્ડના વેપારીઓએ એકાબીજાના મોઢા મીઠા કરાવ્યા બાદ નવી મગફળીની આવકના વધામણા કર્યા હતા અને ત્યારબાદ હરરાજી બોલી હતી.

ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વ કેટલાક ખેડૂતોએ સારા વરસાદના આશાવાદ સાથે આગોતરી વાવણી કરી હતી. જેના કારણે હવે નવી જણસીની આવક શરુ થવા પામી છે. આજે રાજકોટ માકેટીંગ યાર્ડમાં કાલાવાડ તાલુકાના ખીમાણી સણોસરા ગામના ખેડુત કાનજીભાઈ  નવી મગફળીનો માલ લઇ વેંચાણ માટે આવ્યા હતા. રોહિત ટ્રેડિંગ  દ્વારા નવી મગફળી  ની 250 મણ ની ખરીદી કરવામાં આવી હતી. પ્રતિ 20 કિલો મગફળીના ભાવ રૂ. 1051 બોલાયા હતા. હરાજી પૂર્વ વેપારી ભાઇઓએ મગફળીના ઢગલાને ફૂલોનો હાર પહેરાવ્યો હતો. એકાબીજાના મોઢા મીઠા કરાવી મગફળીની હરરાજી શરુ કરી હતી.

આગામી દિવસોમાં યાર્ડમાં અલગ અલગ જણસીની નવી આવક શરુ થશે સિંગતેલના ડબ્બાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયો છે. ત્યારે નવી મગફળીની આવક શરુ થયા બાદ ભાવો ઘટશે તેવું માનવામાં આવ્યું છે. આજથી રાજકોટ માકેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરુ થતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની નવી આશા ઉભી થવા પામી છે.

આ ઉપરાંત આજે નવા કપાસની આવક પણ થવા પામી હતી. નવા કપાસની ચાર ભારી આવક થવા પામી હતી. અબ્દુલભાઈ Maketig Yard નામના ખેડુત કપાસની 200 કિલો લઇને રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવ્યા હતા. 200 કિલો કપાસના ભાવ રૂ. 1611 ઉપજયા હતા. દલાલ શેશાઈ ટ્રેડિંગ મારફત આ નવા કપાસની ખરીદી મહેશ ટ્રેડિંગ દ્વારા કરવામાં આવી હતી. આ  નાગજીભાઇ કપાસનો ભાવ રૂ. 1611ઉપજયો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.