રાજકોટવાસીઓના ટેલેન્ટ અને રાજકોટના કલાકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે કેપી સ્કવેરના કિરણ પંજાવાણી દ્વારા મિસ્ટર અને મિસિસ ગુજરાતનું બીજા રાઉન્ડનું ઓડિશન રાજકોટ ખાતે પેરામાઉન્ટ પ્લાઝા, કિશાનપરા પાસે રાખવામાં આવ્યું હતું જેમાં બાળકોથી લઈને યુવાનો સુધી બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જજિશ તરીકે કિરણ પંજાવાણી (gujrat-2018) કશ્યપ સોની (mr.india and mr.ambitious 2018) ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે અમદાવાદ ઓડિશન રાખેલ છે. તેમજ ઓડિશનમાં જે લોકોનું સિલેકશન થશે તે પાર્ટીસીપેટને આવનાર ગુજરાત આશ્રમમાં ચાન્સ આપવામાં આવશે. સમગ્ર ઈવેન્ટનું આયોજન આશા ઓલ સ્પેસ તેમજ અમદાવાદના મનોજભાઈ દ્વારા ઈવેન્ટના સહકારથી કરવામાં આવ્યું.
કેપી સ્કવેર દ્વારા ‘મિસ્ટર અને મિસિસ ગુજરાત’નું ઓડિશન યોજાયુ
Previous Articleપાઠક સ્કુલ દ્વારા સ્પોર્ટસ-ડેનું અદકે‚ આયોજન
Next Article રણજી ટ્રોફી જીતવા સૌરાષ્ટ્રને ૨૦૬ રનનો લક્ષ્યાંક